જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ, 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાબળોએ મુઠભેડમાં એક આતંકવાદીને ઠાર માર્યા છે. અથડામણ હજુ ચાલુ છે. 

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ, 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

Jammu Kashmir Encounter: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાબળોએ મુઠભેડમાં એક આતંકવાદીને ઠાર માર્યા છે. અથડામણ હજુ ચાલુ છે. 

તો બીજી તરફ આ પહેલાં કુલગામના મિશીપુરા વિસ્તારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીને ઠાર માર્યા હતા. પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષાબળોએ મંગળવારે કુલગામના મિશીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ આતંકવાદી વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. 

તેમણે કહ્યું કે સુરક્ષાબળોની સાથે શરૂઆતી ગોળીબારી બાદ આતંકવાદી મિશીપુરાના સામાન્ય વિસ્તારમાં સરનામા બદલવામાં સફળ રહ્યા. પ્રવક્તાએ કહ્યું કે જોકે સુરક્ષાબળોએ ઘેરો બનાવી રાખ્યો હતો અને તલાશ અભિયાન યથાવત રાખ્યું, ત્યારબાદ ગુરૂવારે ફરીથી ગોળીબારી થઇ, જેમાં બે આતંકવાદી ઠાર માર્યા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અભિયાન ચાલુ છે. 

બુધવારે સુરક્ષાબળોની સાથે થયેલી અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકવાદી માર્યા ગયા, જેમાંથી એક બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો. પોલીસે જણાવ્યું કે સુરક્ષાબળોના શોપિયા જિલ્લાના કાંઝિઉલરમાં ઘેરાબંધી કરી તલાશ અભિયાન શરૂ કર્યા બાદ બળ અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ શરૂ થઇ. તેમણે જણાવ્યું કે જ્યારે તલાશી અભિયાન હેઠળ સુરક્ષાકર્મી સંદિગ્ધ સ્થાન પર પહોંચ્યા તો આતંકવાદીઓએ અંધાધૂધ ફાયરિંગ શરૂ કર્યું, ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી. 

આ પહેલાં મંગળવારે શ્રીનગરમાં સુરક્ષાબળોએ અથડામણમાં એક પાકિસ્તાની સહિત લશ્કર એ તૈયબાના બે આતંકવાદીને ઠાર માર્યા. પોલીસના અનુસાર માર્યા ગયેલા બંને આતંકવાદી એક ગ્રુપનો ભાગ હતા. જે અમરનાથ યાત્રા પહેલાં હુમલાનું કાવતરું બનાવી રહ્યા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news