આંધ્રસરકારનો વિવાદાસ્પદ નિર્ણય, રાજ્યમાં સીબીઆઇ માટે પ્રવેશબંધી જાહેર કરી

ગત્ત દિવસોમાં ચંદ્રાબાબુ નાયડૂએ અગાઉ પણ આવકવેરા વિભાગનાં અધિકારીઓને સ્થાનિક પોલીસ દ્વારા મદદ નહી અપાય તેવી ચીમકી ઉચ્ચારી ચુક્યા છે

આંધ્રસરકારનો વિવાદાસ્પદ નિર્ણય, રાજ્યમાં સીબીઆઇ માટે પ્રવેશબંધી જાહેર કરી

હૈદરાબાદ : સીબીઆઇમાં ભ્રષ્ટાચાર વિવાદ પર ચાલી રહેલા વિવાદો વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લઇને તમામને ચોંકાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડૂની સરકારે રાજ્યમાં સીબીઆઇની સીધી દખલઅંદાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રદેશ સરકારે દિલ્હી સ્પેશ્યલ પોલીસ ઇસ્ટેબલિશમેન્ટ એક્ટ  1946 હેઠળ તેને સામાન્ય સંમતીથી પાછો ખેંચી લીધો છે જે દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબલિશમેન્ટનાં સભ્યોને રાજ્યની અંદર પોતાની શક્તિઓ અને અધિકારક્ષેત્રનો પ્રયોગ કરવા માટે આપવામાં આવ્યો હતો. 

એવામાં સીબીઆઇ આંધ્રપ્રદેશની સીમાઓની અંદર કોઇ મામલે સીધી દખલ કરી શકે નહી. રાજ્ય સરકારે હવે સીબીઆઇની ગેરહાજરીમાં સર્ચ, રેડ અથવા તપાસનું કામ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સીએમ ચંદ્રબાબુ નાયડૂના સીબીઆઇનાં દુરૂપયોગનાં આરોપો બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. 

— ANI (@ANI) November 16, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે, નાયડૂએ ગત્ત દિવસોમાં તેમ પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેમને વ્યક્તિગત પ્રતિશોધ લેવા માટે રાજ્યને સમાપ્ત કરવાનું કાવત્રુ રચી રહી છે. નાયડૂએ ગત્ત દિવસોમાં આશંકા પણ વ્યક્ત કરી હતી કે પ્રદેશના પુજા સ્થળો પર આગામી દિવસોમાં હૂમલો થઇ ઇશકે છે. નાયડૂએ તે પણ આરોપ લગાવ્યો કે બિહાર અને અન્ય રાજ્યોને ગુંડાઓને કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે આંધ્ર પ્રદેશ લાવવામાં આવી રહ્યા છે. અગાઉ નાયડૂએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની તરફથી તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ભાજપ અને કેન્દ્ર સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
આ વર્ષે માર્ચમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સાથે સંબંધ તોડ્યા બાદ થી નાયડૂ આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્ર સીબીઆઇ જેવી એજન્સીઓનો ઉપયોગ રાજનીતિક વિરોધીઓને નિશાન બનાવવામા માટે કરી રહી છે. કેટલાક ઉદ્યોગ ગૃહો પર આવકવેરાના અધિકારીઓનાં હાલનાં દરોડાથી નાયડૂ ખુબ જ નારાજ છે કારણ કે તેમાંથી કેટલાક ઉદ્યોગ ગૃહો રાજ્યની સત્તાપક્ષીય પાર્ટી ટીડીપીનાં નજીકનાં માનવામાં આવે છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર દરોડા પાડનારા આવકવેરા વિભાગના અધિકારીઓને પોલીસ સુરક્ષા પુરી નહી પાડે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news