Antilia Case માં અનેક સવાલ: શું PPE કિટ પહેરેલો વ્યક્તિ સચિન વાઝે? સ્કોર્પિયો અને અંબાણીની કારનો નંબર એક કેવી રીતે

એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી NIA દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ ઓફિસર સચિન વાઝે પર મુંબઈ પોલીસે પણ એક્શન લીધુ છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે સોમવારે સચિન વાઝેની ધરપકડના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે. હાલ સચિન વાઝે 25 માર્ચ સુધી NIA ની કસ્ટડીમાં છે. તેમના પર એન્ટિલિયા કેસના સૂત્રધાર હોવાનો આરોપ છે. તેમની 12 કલાકની મેરાથોન પૂછપરછ બાદ ધરપકડ કરાઈ હતી. 

Updated By: Mar 15, 2021, 02:04 PM IST
Antilia Case માં અનેક સવાલ: શું PPE કિટ પહેરેલો વ્યક્તિ સચિન વાઝે? સ્કોર્પિયો અને અંબાણીની કારનો નંબર એક કેવી રીતે

મુંબઈ: એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી NIA દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ ઓફિસર સચિન વાઝે પર મુંબઈ પોલીસે પણ એક્શન લીધુ છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે સોમવારે સચિન વાઝેની ધરપકડના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે. હાલ સચિન વાઝે 25 માર્ચ સુધી NIA ની કસ્ટડીમાં છે. તેમના પર એન્ટિલિયા કેસના સૂત્રધાર હોવાનો આરોપ છે. તેમની 12 કલાકની મેરાથોન પૂછપરછ બાદ ધરપકડ કરાઈ હતી. 

અત્રે જણાવવાનું કે જિલેટિન વિસ્ફોટક, એન્ટિલિયા, મુકેશ અંબાણી, સચિન વાઝે, ઈનોવા, સ્કોર્પિયો, અને NIA. દરેક અપડેટ પર નજર રાખનારાઓ માટે આ બધા શબ્દો હવે Key Words બની ચૂક્યા છે. તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે જેવો તમે આ બધામાંથી કોઈ પણ શબ્દ ગૂગલ કરશો તો ષડયંત્રવાળો, રહસ્યમય તાણાવાણામાં ગૂંચવાયેલો ખબરોનો એવો ખજાનો તમારી સામે આવશે કે તમે પોતે ગૂંચવાઈ જશો. 

સ્કોર્પિયો પર જગુઆરનો નંબર?
મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ આ તાર વધુ ગૂંચવાઈ ગયા છે. આ મામલે તપાસ કરી રહેલી NIA દરેક તપાસ બાદ સત્યની નવી એક પરતથી રૂબરૂ થઈ રહી છે. શનિવારે રાતે સચિન વાઝેની ધરપકડ બાદ તપાસમાં જાણવા મળ્યું કે જે સ્કોર્પિયોમાં વિસ્ફોટક મળ્યા હતા તેની નંબર પ્લેટ બદલી નખાઈ હતી. આ નંબર પ્લેટ કોઈ જગુઆરની હતી. 

જગુઆર પણ એ જે અંબાણીના ફ્લીટમાં સામેલ
આ જગુઆર કોઈ અન્ય નહીં પરંતુ ઉદ્યોગપતિ અંબાણીના કાફલાની જ ગાડી છે. એટલે કે વિસ્ફોટક લાદેલી સ્કોર્પિયો કાર પર અંબાણીની જ જગુઆરનો નંબર  લખેલો હતો. 

NIA ઓફિસરોના જણાવ્યાં મુજબ મહિન્દ્રા સ્કોર્પિયો પર રજિસ્ટ્રેશન પ્લેટ હકીકતમાં અંબાણીની સિક્યુરિયી ફ્લીટમાં સામેલ એક જગુઆર સાથે સંબંધિત છે. SUV 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યા બાદથી ઘટનાસ્થળે ઊભેલી હતી. 

કોણ હતો તે PPE કિટ પહેરેલો વ્યક્તિ?
CCTV ફૂટેજમાં સામે આવ્યું હતું કે એક વ્યક્તિ એન્ટિલિયા સામે PPE કિટ પહેરેલો જોવા મળ્યો હતો. આ મિસ્ટ્રી મેને અંબાણીના ઘરની બહાર સ્કોર્પિયો છોડી હતી. આ બાજુ સચિન વાઝેની ધરપકડ બાદ NIA તેમની કડકાઈથી પૂછપરછ કરી રહી છે. એક શક એ પણ છે કે  ક્યાંક PPE કિટ પહેરીને એન્ટિલિયા સામે સ્કોર્પિયો છોડી જનારો વ્યક્તિ સચિન વાઝે તો નહતો? જો કે હજુ તે સ્પષ્ટ થયું નથી. 

વાઝે અલીબાગથી લઈ ગયા હતા તે જ સ્કોર્પિયો!
આ શક કરવાનું કારણ એ છે કે જે સ્કોર્પિયો 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર છોડવામાં આવી તેને લઈને પણ એક દાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે જ્યારે નવેમ્બર 2020માં અર્નબ ગોસ્વામીને અન્વય નાયક આપઘાત કેસમાં અરેસ્ટ કરાયા હતા ત્યારે સચિન વાઝે આ સ્કોર્પિયો ડ્રાઈવ કરીને અલીબાગ ગયા હતા. 

ઈનોવાનું પણ ખુલ્યું રહસ્ય
એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન વાઝેની ધરપકડ પાછળ બે કારણ હતા બે ગાડીઓ. એક સ્કોર્પિયો જેનો ઉપયોગ 25 ફેબ્રુઆરીના રોજ એન્ટિલિયા કેસમાં થયો હતો, જેમાંથી 20 જિલેટિન સ્ટિક અને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ સ્કોર્પિયો 17 ફેબ્રુઆરીથી સચિન વાઝે પાસે હતી. NIA એ તેના પુરાવા પણ મેળવી લીધા છે. NIA ને એ પણ જાણકારી મળી ગઈ છે કે 17 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સ્કોર્પિયો થાણામાં ક્યાં પાર્ક હતી. આ મામલે NIA ની ટીમ વિક્રોલી પોલીસ સ્ટેશન વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. કે આખર વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કોના કહેવા પર સ્કોર્પિયોની ચોરીનો રિપોર્ટ લખવામાં આવ્યો. આ રિપોર્ટ મનસુખ હિરેને 18 ફેબ્રુઆરીએ લખાવ્યો હતો. 

સ્કોર્પિયોની સાથે સાથે એન્ટિલયા સુધી જે સફેદ કાર ગઈ હતી અને જે ઈનોવા કારમાં બેસીને સ્કોર્પિયોનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી નિકળ્યો હતો તે ઈનોવાનું પણ રહસ્ય ખુલી ગયું છે. આ ઈનોવા હકીકતમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સીઆઈયુ યુનિટના કાફલાની કાર છે. 25 ફેબ્રુઆરીના રોજ રાતે એન્ટિલિયામાં સ્કોર્પિયો કાર પાર્ક કર્યા બાદ આ ઈનોવા મુલુંડ નાકે જોવા મળી હતી. તેનું સીસીટીવી ફૂટેજ પણ છે. પરંતુ ત્યારબાદ ઈનોવા મુંબઈ તરફ આવે છે. ત્યારબાદ આ ઈનોવાને મુંબઈ પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે. નાગપાડામાં રહેલા આ મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં મુંબઈ પોલીસની તમામ ગાડીઓનું રિપેરિંગ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ સીઆઈયુ યુનિટ સાથે જોડાયેલી આ ઈનોવાનો ઉપયોગ સચિન વાઝે અને તેમની ટીમ જ તમામ ઓફિશિયલ કામ માટે કરતા હતા. 

સૂત્રોના જણાવ્યાં મુજબ  આ ઈનોવા કારના ડ્રાઈવરનો પણ સુરાગ મળી ગયો છે. એનઆઈએ તેની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલા અન્ય એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રિયાઝ કાઝીની પણ NIA એ લાંબી પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન વાઝે સાથે રિયાઝ કાઝી પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનું કહેવાય છે. NIA ને શક છે કે રિયાઝ એ જ વ્યક્તિ છે જેણે મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં સામેલ ગાડીઓની ફેક નંબર પ્લેટ બનાવડાવી. સ્કોર્પિયોથી આવી અનેક નંબર પ્લેટ મળી આવી હતી. 

Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube