એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડી દેશે

હેનલી એન્ડ પાર્ટનર્સના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે દુનિયાભરમાંથી 1,28,000  કરોડપતિ પલાયન કરી શકે છે. યુએઈ અને સંયુક્ત રાજ્ય અમેરિકા વસવા માટે સૌથી પસંદગીનો દેશ છે. 
 

એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડી દેશે

નવી દિલ્હીઃ એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડીને બીજા દેશમાં જઈ શકે છે ત્યારે કોણે આવો ખુલાસો કર્યો?. કરોડપતિ ભારતીયો કયા દેશમાં જવાનું વિચારી  રહ્યા છે? આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં....

વર્ષ 2022
8000 કરોડપતિઓએ ભારત છોડ્યું

વર્ષ 2023
5100 કરોડપતિઓએ ભારત છોડ્યું

વર્ષ 2024
4300 કરોડપતિઓ ભારત છોડશે

આ ખુલાસો કર્યો છે ઈન્ટરનેશનલ ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સે તેણે પોતાના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે જે લોકો પાસે 10 લાખ ડોલર એટલે 8.3 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેવા લોકો ભારત છોડીને વિદેશમાં જવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે પૈસાદાર લોકોના પલાયનના મામલામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે... કેમ કે વર્ષ 2024માં ચીનમાંથી સૌથી વધારે 15,200 અને બ્રિટનમાંથી 9500 કરોડપતિ બીજા દેશમાં પલાયન કરી શકે છે.... 

હવે તમારા મનમાં એમ થતું હશે કે આ કરોડપતિઓ કયા દેશમાં જવાનો સૌથી પહેલાં વિચાર કરે છે. તો તેનો સીધો અને સરળ જવાબ છે UAE એટલે કે યુનાઈટેડ અરબ અમીરાત. અત્યાર સુધી એવું હતું કે કરોડપતિ લોકો અમેરિકા જવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે UAEએ તેના વર્ચસ્વને તોડી નાંખ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છેકે આ વર્ષે દુનિયાના કરોડપતિનો મોટો આંકડો UAEમાં સ્થાયી થવાનું વિચારી રહ્યો છે.

બીજા દેશોમાં આ વર્ષે વસનારા કરોડપતિઓની સંખ્યા પર નજર કરીએ તો...

UAEમાં 6700 કરોડપતિ....
અમેરિકામાં 3800 કરોડપતિ....
સિંગાપુરમાં 3500 કરોડપતિ....
કેનેડામાં 3200 કરોડપતિ....
ઓસ્ટ્રલિયામાં 2500 કરોડપતિ....
ઈટલીમાં 2200 કરોડપતિ....
સ્વિત્ઝરલેન્ડમાં 1500 કરોડપતિ...
ગ્રીસમાં 1200 કરોડપતિ....
પોર્ટુગલમાં 800 કરોડપતિ...
જાપાનમાં 400 કરોડપતિઓ જાય તેવું અનુમાન છે....

ગયા વર્ષે પણ 4700 કરોડપતિઓ UAEમાં સ્થાયી થયા છે. જે દર્શાવે છેકે UAE પૈસાદાર લોકો માટે હોટ ફેવરિટ બનતું જઈ રહ્યું છે. કેમ પૈસાદાર લોકો UAE જવાનું પસંદ કરે છે તો તેની પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.

ટેક્સના દરમાં મળતી મોટી છૂટ....
બિઝનેસ માટે શાનદાર પરિસ્થિતિ....
મજબૂત કાયદો....
પોલીસની સારી કામગીરી....
સરકારનો સંપૂર્ણ સહયોગ.....

પૈસાદાર લોકોનું પલાયન કોઈપણ દેશ માટે સારું માનવામાં આવતું નથી. પરંતુ ભારતના મામલામાં સ્થિતિ થોડી અલગ છે.. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં જેટલાં કરોડપતિ પલાયન કરે છે તે પોતાનો બિઝનેસ અને સંપત્તિને છોડીને જતા નથી. જોકે આ કરોડપતિ લોકો ભારત છોડીને કેમ બીજા દેશમાં જઈ રહ્યા છે તે અંગે કેન્દ્ર સરકારે વિચારવાની ચોક્કસ જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news