NPR પર અરૂંધતિ રોયનું વિવાદિત નિવેદન, કહ્યું- નામ અને સરનામા માગે તો ખોટા જણાવો
લેખિકા અરૂંધતિ રોયે એનપીઆર પર વિવાદિત નિવેદન આપીને ફસાય ગયા છે. તેમણે દિલ્હી યૂનિવર્સિટીમાં વિરોધ દરમિયાન કહ્યું કે, જ્યારે તમારી પાસે ડેટા માગવામાં આવે તો ખોટી જાણકારી આપો.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા લેખિકા અને સામાજીક કાર્યકર્તા અરુંધતિ રોય બુધવારે એક વિવાદિત નિવેદન આપીને ફસાઇ ગયા છે. તેમણે પ્રદર્શન દરમિયાન લોકોને કહ્યું કે, તે તેનો વિરોધ કરી અને જ્યારે અધિકારી એનપીઆર માટે તમારો ડેટા લેવા તમારા ઘરે આવે તો તમે તમારૂ નામ અને સરનામું ખોટુ જણાવી દેજો. ભાજપે આ મુદ્દે અરૂંધતિને ઘેરી છે, તો કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે.
તેમણે કહ્યું, 'જ્યારે NPR લઈને આવશે. તમને નામ પૂછશે. આપણે પાંચ નામ નક્કી કરીએ છીએ. તમે તમારૂ નામ રંગા બિલ્લા કે કુંગફૂ કુત્તા કે 7 રેસ કોર્સ રોડ જણાવો. આપણે માત્ર લાઠી અને ગોળી ખાવા પેદા થયા નથી. બીજુ પણ વિચારીને કરવું પડશે.
સરકાર ખોટુ બોલી રહી છે
અરુંધતિ રોયે કહ્યું, સરકાર એનઆરસી અને ડિટેન્શન કેમ્પના મુદ્દા પર ખોટુ બોલી રહી છે વડાપ્રધાન મોદીએ પણ આ વિષય પર દેશની સાથે ખોટા તથ્ય રજૂ કર્યાં છે. જ્યારે હવે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સરકાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે છે તો આ વિદ્યાર્થીઓને અર્બન નક્સલ કહી દેવામાં આવે છે.
પાકે ઉરીમાં કર્યો સીઝફાયરનો ભંગ, એક જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં પાકની ચોકી નષ્ટ
NPR પણ NRCનો જ ભાગ
નાગરિક જનસંખ્યા રજીસ્ટર (NPR) પર અરૂંધતિ રોયે વિદ્યાર્થીઓને કહ્યું, 'એનપીઆર પણ એનઆસરીનો ભાગ છે. એનપીઆર માટે જ્યારે સરકારી કર્મચારી જાણકારી માગવા તમારા ઘરે આવે તો પોતાનું નામ રંગા બિલ્લા-કુંગફૂ કુટ્ટૂલા જણાવો. તમારા ઘરનું એડ્રેસ આપવાની જગ્યાએ વડાપ્રધાનના ઘરનું સરનામું આપો.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે