હેમંત સોરેને સોનિયા ગાંધીને આપ્યું શપથ ગ્રહણનું આમંત્રણ, કહ્યું- PM, ગૃહપ્રધાનને પણ આપીશ આમંત્રણ

મુલાકાત દરમિયાન ઝારખંડના ભાવી મુખ્યપ્રધાન હેમંત સોરેને સોનિયા ગાંધીને 29 ડિસેમ્બરે રાંચીના મોહરાબાદી મેદાનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. 
 

 હેમંત સોરેને સોનિયા ગાંધીને આપ્યું શપથ ગ્રહણનું આમંત્રણ, કહ્યું- PM, ગૃહપ્રધાનને પણ આપીશ આમંત્રણ

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના કાર્યકારી અધ્યક્ષ અને ભાવી મુખ્યપ્રધાન હેમંત સોરેને (Hemant Soren) બુધવારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે દિલ્હી સ્થિત આવાસ પર મુલાકાત કરી હતી. 

મુલાકાત દરમિયાન ઝારખંડના ભાવી મુખ્યપ્રધાન હેમંત સોરેને સોનિયા ગાંધીને 29 ડિસેમ્બરે રાંચીના મોહરાબાદી મેદાનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. 

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સાથે મુલાકાત બાદ હેમંત સોરેને કહ્યું, 'મેં શપથ ગ્રહણ સમારોહ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. સોનિયા જીએ આશ્વાસન આપ્યું છે કે રાહુલ ગાંધી સમારોહમાં સામેલ થશે. હું શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન અને ગૃહપ્રધાનને પણ આમંત્રણ આપીશ.'

મહત્વનું છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનના નેતૃત્વમાં મહાગઠબંધને બહુમતી મળી હતી. મહાગઠબંધન તરફથી હેમંત સોરેન 29 ડિસેમ્બરે મુખ્યપ્રધાન પદના શપથ લેશે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોંગ્રેસ-જેએમએમ અને આરજેડીએ ગઠબંધનમાં મળીને ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં જેએમએમ-30, કોંગ્રેસ-16 અને આરજેડી-1 સીટ જીતવામાં સફળ રહ્યાં હતા. 

NPR પર અરૂંધતિ રોયનું વિવાદિત નિવેદન, કહ્યું- નામ અને સરનામા માગે તો ખોટા જણાવો  

તો સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા મંગળવારે સાંજે હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂની મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો કરતા 50 ધારાસભ્યના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. મહત્વનું છે કે મહાગઠબંધનને ચૂંટણી બાદ બાબૂલાલ મરાંડીના નેતૃત્વ વાળા જેવીએમે પણ સમર્થનની જાહેરાત કરી હતી. જેવીએમને ચૂંટણીમાં 3 સીટો પર વિજય મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news