Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે

એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી

Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી,  NCB કાલે સવારે ફરી બોલાવશે

મુંબઇ: મુંબઇ ડ્રગ્સ રેકેટ (Mumbai Drug Racket) ને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે NCB તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. એનસીબીના સૂત્રોના અનુસાર બોલીવુડ બેકગ્રાઉન્ડના વધુ બે મોટા સેલેબ્સ એનસીબીની રડાર પર છે. એનસીબી આ સેલેબ્સ પર ક્યારેય પણ શકંજો કસી શકે છે. એનસીબીને આ સેલેબ્સ વિશે વોટ્સએપ ચેટ વડે ખબર પડી છે. 

રેવ પાર્ટીમાં સામેલ હતા આ સેલેબ્સ
તમને જણાવી દઇએ કે એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી. NCB એ એક રેડ દરમિયાન આ રેવ પાર્ટીમાંથીજ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદથી અત્યાર સુધી આર્યનના જામીનને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ મામલે અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

અનન્યા પાંડે (Ananya Panday) ઘરેથી એનસીબી ઓફિસ માટે નિકળી ગઇ છે. અનન્યા પાડેને એનસીબીએ સમન્સ મોકલ્યું છે. બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વર્લી સીલિંગના રસ્તે અનન્યા પાંડે એનસીબી ઓફિસ પહોંચી રહી છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે વધુ બે મોટા ચહેરા રડાર પર છે. 

અનન્યાને એનસીબીએ મોકલ્યું સમન્સ
મળતી માહિતી મુજબ એનસીબીએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. એનસીબીને મળેલી વોટ્સએપ ચેટ્સમાં સામે આવ્યું હતું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરશે. તેઓ ઈન્વેસ્ટિગેશનની તૈયારી કરી રહ્યા છે. 

આ ઉપરાંત એનસીબીએ બોલીવુડમાં એક નવી એન્ટ્રી કરનાર એક્ટ્રેસના ઘરે પણ રેડ પાડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીનું નામ વોટ્સઅપ ચેટમાં સામે આવ્યું છે. આ ચેટ સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એનસીબી ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પણ પહોંચી છે. અહીં ટીમ કેટલીક ડોક્યૂમેંશનના લીધે પહોંચી છે. 

શાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ
સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં એક નોટિસ આપી છે. આ નોટિસમાં લખ્યું છે કે જો આર્યન ખાન પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તેના પરિવારે તે એનસીબી પાસે જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત આર્યન ખાન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. જેમાં તેના એજ્યુકેશન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. જો તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. જેમાં દવાઓની જાણકારી અને અન્ય પ્રિસ્ક્રિપ્શન સામેલ છે. આ સાથે જ વિદેશમાં જ્યાં પણ આર્યને ટ્રાવેલ કર્યું તે સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી વીવી સિંહ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સંલગન થોડું પેપરવર્ક રહી ગયું હતું જેના માટે તેઓ આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news