Dadra Nagar Haveli: લોકસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા ભાજપે ખેલ્યો મોટો 'દાવ'
રાજકીય પાર્ટીઓ જીત માટે અવનવા દાવપેચ અજમાવી રહી છે. ત્યારે આજે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં દાદરા નગર હવેલી લોક જનશક્તિ પાર્ટી એ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે.
- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહી છે
- ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે
- ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ સેલવાસમાં ધામા
Trending Photos
દાદરા નગરહવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) લોકસભા બેઠકની પેટા ચૂંટણી (Lok Sabha Election) નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જોકે ભાજપ (BJP) ના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ એ સેલવાસમાં ધામા નાખ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહી છે. રાજકીય પાર્ટીઓ જીત માટે અવનવા દાવપેચ અજમાવી રહી છે. ત્યારે આજે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં દાદરા નગર હવેલી લોક જનશક્તિ પાર્ટી એ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. આજે સેલવાસમાં લોક જનશક્તિ પાર્ટી અને ભાજપના અગ્રણીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં લોક જનશક્તિ પાર્ટી એ આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને સમર્થન જાહેર કર્યું હતું.
અત્રે મહત્વપૂર્ણ છે કે લોક જનશક્તિ પાર્ટી પણ આ વખતે પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભો રાખી અને ચૂંટણી લડવા ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થતા આખરે લોક જનશક્તિ પાર્ટી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી આ ચૂંટણી પૂરતું ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આમ હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પર પ્રચાર ઝુંબેશમાં જોડાશે.
દાદરાનગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને સમર્થન જાહેર કર્યું હોવાનું પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ જણાવ્યું હતું. આમ આ પેટાચૂંટણીમાં હવે લોજપાનું પણ સમર્થન મળતા ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતી શકશે, અને લોજપાના સમર્થનથી તેમની પરિસ્થિતિ મજબૂત થશે તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે