Drug Case: NCB ના 3 અધિકારી કરશે Ananya Panday સાથે પૂછપરછ

અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

Updated By: Oct 21, 2021, 04:13 PM IST
Drug Case: NCB ના 3 અધિકારી કરશે Ananya Panday સાથે પૂછપરછ

નવી દિલ્હી: Raid At Ananya Panday House: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ગત લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી. NCB એ એક રેડ દરમિયાન આ રેવ પાર્ટીમાંથી જ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદથી અત્યાર સુધી આર્યનના જામીનને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ મામલે અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ઘરે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે. 

અનન્યા પાંડે (Ananya Panday) ઘરેથી એનસીબી ઓફિસ માટે નિકળી ગઇ છે. અનન્યા પાડેને એનસીબીએ સમન્સ મોકલ્યું છે. બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વર્લી સીલિંગના રસ્તે અનન્યા પાંડે એનસીબી ઓફિસ પહોંચી રહી છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે વધુ બે મોટા ચહેરા રડાર પર છે. 

12મું પાસ Ananya Panday આ રીતે કરે છે પાર્ટી, NCB રેડ બાદ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

અનન્યાને એનસીબીએ મોકલ્યું સમન્સ
મળતી માહિતી મુજબ એનસીબીએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. એનસીબીને મળેલી વોટ્સએપ ચેટ્સમાં સામે આવ્યું હતું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરશે. તેઓ ઈન્વેસ્ટિગેશનની તૈયારી કરી રહ્યા છે. 
कोई वर्णन उपलब्ध नहीं है.

આ ઉપરાંત એનસીબીએ બોલીવુડમાં એક નવી એન્ટ્રી કરનાર એક્ટ્રેસના ઘરે પણ રેડ પાડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીનું નામ વોટ્સઅપ ચેટમાં સામે આવ્યું છે. આ ચેટ સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એનસીબી ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પણ પહોંચી છે. અહીં ટીમ કેટલીક ડોક્યૂમેંશનના લીધે પહોંચી છે. 

શાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ
સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં એક નોટિસ આપી છે. આ નોટિસમાં લખ્યું છે કે જો આર્યન ખાન પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તેના પરિવારે તે એનસીબી પાસે જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત આર્યન ખાન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. જેમાં તેના એજ્યુકેશન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. જો તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. જેમાં દવાઓની જાણકારી અને અન્ય પ્રિસ્ક્રિપ્શન સામેલ છે. આ સાથે જ વિદેશમાં જ્યાં પણ આર્યને ટ્રાવેલ કર્યું તે સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી વીવી સિંહ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સંલગન થોડું પેપરવર્ક રહી ગયું હતું જેના માટે તેઓ આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube