એક સમયે 21 રાજ્યોમાં જેની સરકાર હતી, તે આજે આ કારણે માત્ર 3 રાજ્યમાં સમેટાઈ
પુડુચેરીમાં સરકાર ગુમાવ્યા પછી કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી બીજું રાજ્ય ગુમાવી દીધું છે. એક સમયે કોંગ્રેસના મજબૂત ગઢના રૂપમાં જાણીતા દક્ષિણ ભારતમાં આજે પાર્ટી બધા રાજ્યોમાં સત્તામાંથી બહાર થઈ ગઈ છે.
- પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની અગ્નિપરીક્ષા
- પાર્ટી આંતરિક મતભેદ અને રાષ્ટ્રીય નેતૃત્વથી અસંતોષના કારણે નબળી થઈ
- આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે પાર્ટી, રાજ્ય નેતાઓને મોકલ્યો સંદેશ
Trending Photos
નવી દિલ્લી: પુડુચેરીમાં છેલ્લા અનેક દિવસથી ચાલી રહેલ રાજકીય સંકટ સોમવારે કોંગ્રેસની સરકાર પડવાની સાથે જ ખતમ થઈ ગયું. કોંગ્રેસના વી. નારાયણસામી સરકારે સદનમાં બહુમત સાબિત કરવાનો હતો. જોકે મતદાન પહેલાં જ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી દીધો. તેના પછી સ્પીકરે જાહેરાત કરી કે સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. પુડુચેરીમાં સરકાર પડ્યા પછી કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી બીજું રાજ્ય ગુમાવી દીધું. એક સમયે કોંગ્રેસના મજબૂત ગઢના રૂપમાં જાણીતા દક્ષિણ ભારતમાં પાર્ટી બધા રાજ્યોમાં સત્તામાંથી બહાર થઈ ગઈ છે.
માત્ર પાંચ રાજયોમાં સત્તામાં રહી ગઈ પાર્ટી:
2014ની લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ સત્તાની લડાઈમાં સતત ભાજપથી પાછળ થઈ રહી છે. પંજાબ, રાજસ્થન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડને બાદ કરતાં આજે આખા દેશમાં કોંગ્રેસ સત્તામાંથી બહાર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ ભલે સત્તામાં હોય પરંતુ ત્યાં પાર્ટીની ભૂમિકા નંબર 3 અને નંબર-2ની છે. એક સમયે કોંગ્રેસનો દેશમાં ડંકો વાગતો હતો અને 21 જેટલાં રાજ્યોમાં તેની સરકાર હતી.
પાર્ટીમાં આંતરિક મતભેદ અને પરિવર્તનની માગ:
એક સમયે વટવૃક્ષની જેમ આખા હિંદુસ્તાનમાં ફેલાયેલી પાર્ટીની હાલની સ્થિતિ પાર્ટીના નબળા થઈ રહેલા સંગઠન અને સમર્પિત કાર્યકર્તાઓની ખામીને જવાબદાર માનવામાં આવી રહી છે. પાર્ટીમાં આંતરિક મતભેદ અને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વના અભાવના કારણે અસંતોષ સાર્વજનિક થઈ ગયો છે. પાર્ટીની અંદર બે જૂથ પડી ગયા છે. પાર્ટીમાં આંતરિક ચૂંટણીને લઈને ગુલાબનબી આઝાદ, કપિલ સિબ્બલ,આનંદ શર્મા સહિત 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા પરિવર્તનની માગણી કરી હતી.
India's VIP Prisoners: ભારતની જેલમાં આ કેદીઓને પડ્યાં જલસા! મોટા-મોટા નામો છે આ યાદીમાં સામેલ
15 વર્ષ પછી બનેલી સરકાર 15 મહિના પણ ટકી શકી નહીં:
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 15 વર્ષ પછી સત્તામાં પાછી આવી હતી. પરંતુ આ સરકાર પણ 15 મહિના ટકી શકી ન હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા પછી માર્ચ 2020માં કોંગ્રેસ પાર્ટીના 25 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ફ્લોર ટેસ્ટના આદેશ પછી મુખ્યમંત્રી કમલનાથે સદનમાં બહુમત સાબિત કરતાં પહેલાં જ રાજીનામું આપી દીધું. તેના પછી 15 મહિના જૂની કોંગ્રેસ સરકાર નાટકીય રીતે સત્તામાંથી બહાર થઈ ગઈ.
2019માં કોંગ્રેસે કર્ણાટક ગુમાવ્યું:
જુલાઈ 2019માં કોંગ્રેસને તે સમયે ઝટકો લાગ્યો હતો જ્યારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના 17 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું. જ્યારે કર્ણાટકમાં જેડીએસની સાથએ ગઠબંધન સરકાર સદનમાં વિશ્વાસ મત સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. પાર્ટીએ તેના માટે ધારાસભ્યોના વિશ્વાસઘાતને જવાબદાર ગણાવ્યો હતો. તેને કર્ણાટકમાં ભાજપના ઓપરેશન લોટસની સફળતા માનવામાં આવ્યું. તેના પછી અહીંયા ભાજપની સરકાર બની. 15 બેઠકો પર થયેલ પેટાચૂંટણીમાં ભાજપે 13 પક્ષ પલટુઓને ટિકિટ આપી અને બીજેપીએ 12 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે મોટો પડકાર:
આ વર્ષે પશ્વિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, અસમ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં પાર્ટી માટે જીત હાંસલ કરવી મોટો પડકાર છે. પશ્વિમ બંગાળમાં તો મુખ્ય લડાઈ આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે માનવામાં આવી રહી છે. અહીંયા પાર્ટી લેફ્ટની સાથે ગઠબંધનમાં છે. તો તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધન દ્વારા સત્તામાં આવવાનો પ્રયાસ કરશે. કેરળમાં પાર્ટીની લડાઈ CPI સમર્થિત એલડીએફ સામે છે. અસમમાં ભાજપને ફરીથી સત્તામાં આવતી રોકવા મરણિયો પ્રયાસ કરશે.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે પાર્ટી:
કોંગ્રેસ હાલમાં ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીએ સ્ટેટમાં પોતાના નેતાઓને આ સંકટમાંથી ઝડપથી બહાર આવવા માટે કહ્યું છે. આ પહેલાં કોંગ્રેસને વર્ષ 2019-20માં 139 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ મળ્યું હતું. ચૂંટણી પંચે 2019-20માં કોંગ્રેસને મળેલ ફંડ સાથે જોડાયેલ એક રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. રિપોર્ટ પ્રમાણે આઈટીસી અને તેનાથી જોડાયેલ કંપનીઓે 19 કરોડ રૂપિયાથી વધારે રકમ ફંડમાં આપી. જ્યારે પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 31 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે