રાજસ્થાનઃ અશોક પરનામીએ આપ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું, મળી આ જવાબદારી

રાજસ્થાનથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

 

 રાજસ્થાનઃ અશોક પરનામીએ આપ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું, મળી આ જવાબદારી

જયપુરઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટા ફેરફાર થતા નજરે આવી રહ્યાં છે. રાજસ્થાનથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ આજે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જારી સંગઠનાત્મક નિયુક્તિ પત્રમાં તેમને રાષ્ટ્રીય કાર્યસમિતિના સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. 

મીડિયા સાથે વાતચીત કરતા અશોક પરનામીએ કહ્યું કે, વ્યક્તિગત વ્યસ્તતાઓને કારણે મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગત 16 એપ્રિલે તેણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તા હોવાને નાતે મેં હમેશા પદની ગરિમા જાળવી અને આગળ પણ પાર્ટીના કાર્યકર્તા હોવાની જવાબદારી સંભાળતો રહીશ. રાજીનામાં બાદ તે મોતીડૂંગરી મંદિરે ગયા અને દર્શન કર્યા. 

— ANI (@ANI) April 18, 2018

બીજીતરફ જબલપુરથી સાંસદ રાકેશ સિંહને મધ્યપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. મંગળવારે મોડી રાત્ર સુધી ચાલેલી બેઠકમાં રાકેશ સિંહનું નામ મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ઐપચારિક જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર ચૌહાણે મંગળવારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણને ફોન કરીને પ્રદેશ અધ્યક્ષ પદથી મુક્ત કરવા માટે કહ્યું હતું. સીએમ ચૌહાણે મીડિયા સાથે વાત કરતા રાજીનામાની પુષ્ટિ કરી હતી. 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે બુધવારે એક સંગઠનાત્મક નિયુક્તિ પત્ર જારી કર્યો. જેમાં રાકેશ સિંહને નવી જવાબદારી આપવાની અને રાજસ્થાનથી અશોક પરનામીને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય નિયુક્ત કરવાની જાણકારી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news