મોબાઈલ યૂઝર્સ માટે આવ્યાં મોટા ખુશખબર, એક જ ક્લિક કરો અને મળશે......

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક નવુ પોર્ટલ લોન્ચ કર્યુ છે.

મોબાઈલ યૂઝર્સ માટે આવ્યાં મોટા ખુશખબર, એક જ ક્લિક કરો અને મળશે......

નવી દિલ્હી: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક નવુ પોર્ટલ લોન્ચ કર્યુ છે. TRAIએ મોબાઈલ અને લેન્ડલાઈન યૂઝર્સને ખુબ સારો અનુભવ થાય તે માટે આ સેવા શરૂ કરી છે. આ સર્વિસ દ્વારા યૂઝર્સ પોતાના માટે યોગ્ય ટેરિફ પ્લાનની પસંદગી  કરી શકશે. આ માટે તેમણે અલગ અલગ વેબસાઈટ પર જવાની જરૂર પડશે નહીં. ટ્રાઈની આ વેબસાઈટ પર જ યૂઝર્સ પોતાના પ્લાનને બીજી કંપનીના પ્લાન્સ સાથે સરખાવી શકશે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાઈ ટેરિફ પ્લાન્સમાં પારદર્શકતા લાવવાની કોશિશ કરી રહી છે. હાલ આ પોર્ટલ બીટા સ્ટેજમાં છે.

શું છે ટ્રાઈની નવી સર્વિસ?
ટ્રાઈની આ નવી સર્વિસ સાથે (https://tariff.trai.gov.in) લિંક પર જઈને યૂઝર્સ કોઈ પણ ટેલિકોમ કંપનીના પ્લાનની ડિટેલ્સ જોઈ શકશે. તમામ કંપનીઓના પ્લાન એક જ જગ્યા પર ઉપલબ્ધ થશે. જેનાથી યૂઝર્સને પોતાના માટે કયો પ્લાન સારો છે તે પસંદ કરવામાં સરળતા રહેશે. અત્યાર સુધી આવું કોઈ પણ સરકારી પ્લેટફોર્મ ઉપલબ્ધ નહતું, જે એક જ જગ્યા પર તમામ કંપનીઓના પ્લાન્સની વિગતો આપતું હોય. યૂઝર્સને અલગ અલગ કંપનીઓની વેબસાઈટ જોવી પડતી હતી.ય

દિલ્હી સર્કલ માટે લોન્ચ
આ પોર્ટલ પર ગ્રાહક રેગ્યુલર ટેરિફ, STVs (સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ), પ્રમોશનલ ટેરિફ અને વેલ્યુ એડેડ સર્વિસ પ્લાન્સ જોઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ તેનું બીટા વર્ઝન ઉપલબ્ધ છે અને તે ટ્રાયલ ફેઝમાં છે. આથી તેમાં ફક્ત દિલ્હી સર્કલ આવી રહ્યું છે અને એરટેલ્સના પ્લાન જ જોવા મળી રહ્યાં છે. આશા છે કે થોડા સમય પછી તેનું ફૂલ વર્ઝન લોન્ચ થશે. તમામ સર્કલો માટે જાણકારીઓ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવાશે. અહીં ગ્રાહક પોસ્ટપેડ અને પ્રીપેડ બંને પ્રકારના પ્લાનની સરખામણી કરી શકે છે. tariff.trai.gov.in લિંકની વેબસાઈટને સાર્વજનિક કરી દેવાઈ છે. ગ્રાહક ત્યાં જઈને પોતાના ફીડબેક પણ આપી શકે છે.

ગ્રાહકોને થશે ફાયદો
TRAIના જણાવ્યાં મુજબ હાલ વેબસાઈટ શરૂઆતી (બીટા) વર્ઝનમાં રજુ કરાઈ છે જેના પર અલગ અલગ ટેલિકોમ કંપનીઓની સર્વિસ અને ચાર્જિસની સરખામણી કરી શકાય છે. ટ્રાઈનું માનવું છે કે આ પગલાંથી કંપનીઓના અલગ અલગ ચાર્જિસને જોવા માટે વધુ પારદર્શકતા આવશે અને વધુ સૂચના મળશે. તેનાથી ગ્રાહકોને ફાયદો થશે. હાલ ટેલિકોમ કંપનીઓ પોતાના ચાર્જની જાણકારી પોત પોતાની વેબસાઈટ પર આપે છે. ટ્રાઈના જણાવ્યાં મુજબ નવા પ્લેટફોર્મથી ગ્રાહકોને ફાયદો થશે.

આવી રીતે કરો અલગ અલગ પ્લાનની સરખામણી

  • ટ્રાઈની વેબસાઈટ (https://tariff.trai.gov.in) પર જાઓ.
  • તમારી સામે જે પેજ ખુલશે તેના ઉપર તમારે કેટલીક માહિતી ભરવી પડશે.
  • તમે કોના માટે પ્લાન શોધી રહ્યા છો, મોબાઈલ કે લેન્ડલાઈન તે સિલેક્ટ કરો.
  • પ્રીપેડ કે પોસ્ટપેઈડ પ્લાનમાંથી કોઈ એકને પસંદ કરો.
  • કયા સર્કલ માટે પ્લાન જોઈ રહ્યાં છો તે પસંદ કરો.
  • ઓપરેટર સિલેક્ટ કરો, જેમના પ્લાનની તમે સરખામણી કરવા માંગો છો.
  • કયા ટેરિફ પ્લાનની સરખામણી કરવા માંગો છો તે પસંદ કરો.,
  • ટેરિફ રેટના હિસાબથી પ્લાન પસંદ કરો.
  • કયા પ્રકારનો ડેટા (2G, 3G KS 4G) તમને જોઈએ છે અને કેટલો જોઈએ છે તે ભરો.
  • કેટલા દિવસની વેલિડિટીવાળો પ્લાન જોઈએ તે માહિતી ભરો.
  • પ્લાનમાં જો અનલિમિટેડ કોલિંગ જોઈએ તો તે પણ માહિતી આપો.
  • ડેઈલી ડેટાવાળા પ્લાન અને કેટલા ડેટાની જરૂરિયાત છે તે પણ ભરી દો.
  • સૌથી નીચે આપવામાં આવેલા સબમીટ પર કરો.
  • એક પોપઅપ વિન્ડો ખુલશે જેમાં તમારે બધી જાણકારી આપવાની રહેશે. જો બધી જાણકારી બરાબર હોય તો કન્ફર્મ પર ક્લિક કરો.
  • હવે તમે જે પ્લાન્સની તલાશ કરી રહ્યાં હશો તે તમારી સામે હશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news