અસમ-મેઘાલયમાં પૂરનો પ્રકોપ: 1700 ગામ પાણીમાં ડૂબ્યા, જનજીવન અસ્ત-વ્યસ્ત, 46 ના મોત

અસમના બજલી, વક્સા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગામ, ચિરાંગ, દરાંગ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ધુબરી, દીમા હસાઓ, ગોલાપારા, હોજઇ, કામરૂપ અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત 25 જિલ્લામાં પૂરથી 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 

અસમ-મેઘાલયમાં પૂરનો પ્રકોપ: 1700 ગામ પાણીમાં ડૂબ્યા, જનજીવન અસ્ત-વ્યસ્ત, 46 ના મોત

નવી દિલ્હી: દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી રહી છે અને લોકો વરસાદી છાંટાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ કેટલાક રાજ્ય એવા છે જ્યાં અત્યારે વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. અસમમાં અત્યારે વરસાદે હાહાકાર મચાવ્યો છે અને હજારો ગામ પૂરની ચપેટમાં છે. તો બીજી તરફ મેઘાલયમાં પણ વરસાદ અને પૂરથી હાલત સંકટગ્રસ્ત બની ગઇ છે. લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. 

અસમના બજલી, વક્સા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગામ, ચિરાંગ, દરાંગ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ધુબરી, દીમા હસાઓ, ગોલાપારા, હોજઇ, કામરૂપ અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત 25 જિલ્લામાં પૂરથી 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 

જ્યારે ગોલપારા, દીમા હસાઓ અને ઉદલગુરીમાં ચાર લોકોનું પૂરની ઘટનાઓમાં મોત થયું છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી 46 થઇ ગઇ છે. અસમમાં ગત ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ થઇ રહ્યો છે અને હવામાન વિભાગે શુક્રવારે અને શનિવર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

રાજ્યમાં વરસાદ અને પૂરના લીધે સ્થિતિ બદતર થઇ ગઇ છે. અસમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બુલેટિનના અનુસાર વરસાદ અને પૂરના લીધે 13 ચેકડેમ તૂટી ગયા, 64 રસ્તા અને ઘણા પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે. 

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ, પગલાડિયા, પુથિમારી, કોપિલી અને ગોરંગા નદીઓ ઘણી સ્થળો પર ખતરાથી ઉપર વહી રહી છે. ધુબરી અને નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. બીજી તરફ ગુહાવાટી શહેરમાં ભૂસ્ખલનની ઘણી ઘટનાઓની યાદી મળી છે. અહીં નૂનમતી વિસ્તારોના અજંતાનગરમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપરાંત એડીઆરએફની ટીમો પ્રભાવિત લોકો વચ્ચે બચાવવા અને રાહત સામગ્રી વહેચવાના કામમાં જોડાઇ ગઇ છે. 

ભારે વરસાદે પૂર પ્રભાવિત જિલ્લામાં 19782.80 હેક્ટર પાકભૂમિને જળમગ્ન કરી દીધી છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર 72 રેવન્યુ ચેમ્બર્સના અંતગર્ત આવનાર 1,510 ગામ હાલ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદની ચેતાવણીને જોતાં શુક્રવારે કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવામાં આવી છે. પૂર પ્રભાવિત જિલ્લામાં વહિવટીતંત્રએ એલર્ટ જાહેર કરતાં લોકોને અપીલ કરી છે કે તે પોતાના ઘરની બહાર ન નિકળે જ્યાં સુધી ખૂબ જ જરૂરી અથવા કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોય. 

અસમ ઉપરાંત મેઘાલય અને અરૂણાચલ પ્રદેશોમાં પણ ભારે વરસાદ સામાન્ય જનજીવનને પ્રભાવિત કર્યું છે. મેઘાલયમાં ભૂસ્ખલન, અવકાશીય વિજળી પડતાં અને અચાનક પૂરથી ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news