ચૂંટણી પહેલાં 500ની નોટોના બંડલ પર સૂતા જોવા મળ્યા નેતાજી, તસવીરોએ મચાવ્યો હોબાળો
અસમના એક નેતાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરવામાં આવ્યો કે તસવીર ભાજપની સહયોગી યુનાઇટેડ પીપુલ્સ પાર્ટી લિબરલના એક નેતા બેન્ઝામિન બાસુમતારીની છે. પરંતુ પાર્ટીએ તેના પર સ્પષ્ટતા કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ 500 રૂપિયાની નોટો પર સૂતેલો છે. જાણકારી પ્રમાણે આ વ્યક્તિ અસમનો એક રાજનેતા છે. તે અસમના ઉદાલગિરી જિલ્લાના ભૈરાગુડીમાં ગ્રામ પરિષદ વિકાસ સમિતિનો અધ્યક્ષ છે. તેનું નામ બેન્ઝામિન બસુમતારી છે, જે 500ની નોટો પર આરામ કરી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે બેડની આસપાસ નોટો પડી છે.
સૂત્રો અનુસાર બેન્ઝામિન બસુમતારી જે અસમ અંતર્ગત સ્થિત સ્વાયત્ત પ્રદેશ બોડોલેન્ડના એક નેતા છે. તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ રોજગાર યોજનાથી જોડાયેલા મોટા પાયા પર ભ્રષ્ટાચારના મામલાનો આરોપી છે. સૂત્રોએ કહ્યું કે બેન્ઝામિન પર કથિત રીતે ઓડાલગુરી વિકાસ ક્ષેત્રમાં પોતાના વીસીડીસી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા યોજનાઓના ગરીબ લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.
આ તસવીરે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કરી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સવાલ ઉભા થવા લાગ્યા છે કે તે બોડોલેન્ડ સ્થિત યુનાઇટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) નો સભ્ય છે, જે ભ્રષ્ટાચાર વિરોધી વલણ માટે જાણીતી છે.
🚨 Important Notice 🚨
A photo of Benjamin Basumatry is circulating widely on social media. We want to clarify that Mr. Basumatry is no longer associated with UPPL as he was suspended from the party on 10th January, 2024, and disciplinary action was taken against him after… pic.twitter.com/jpSeSHMynC
— Pramod Boro (@PramodBoroBTR) March 27, 2024
આ તસવીર વાયરલ થયા બાદ યુપીપીએલ (United People's Party Liberal) ના પ્રમુખ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી સભ્ય પ્રમોદ બોરોએ આજે એક સ્પષ્ટતા કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે બાસુમતારી હવે પાર્ટીથી જોડાયેલા નથી.
પ્રમોદ બોરોએ કહ્યું કે બેન્ઝામિન બાસુમતારીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે તે હવે યુપીપીએલ સાથે જોડાયેલ નથી. તેમણે કહ્યું કે 5 જાન્યુઆરી 2024ના હરિસિંઘા બ્લોક સમિતિથી યુપીપીએલને પત્ર મળ્યો હતો. તેવામાં તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી અને તેને 10 જાન્યુઆરી 2024ના પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા હતા.
પાંચ વર્ષ જૂની છે તસવીર!
પાર્ટીએ આગળ સ્પષ્ટ કર્યું કે વાયરલ તસવીર પાંચ વર્ષ પહેલા બાસુમતારીના મિત્રો દ્વારા લેવામાં આવી હતી, જ્યારે તે પાર્ટી કરી રહ્યાં હતા. યુપીપીએલે કહ્યું કે આ તસવીરની સાથે બાસુમતારીને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. અને કહ્યું કે ફોટોમાં રહેલી નોટો બેન્ઝામિન બાસુમતારીની બહેનની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે