Assembly elections: બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત

સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે. 

 Assembly elections: બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને અસમ સહિત 5 રાજ્યોમાં મંગળવારે વિધાનસભા ચૂંટણી (election 2021) માટે મતદાન થયું છે. બંગાળ અને અસમમાં ત્રીજા તબક્કામાં ભારે મતદાન થયું તો દક્ષિણના રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (તમિલનાડુ, કેરલ અને પુડુચેરી) માં પણ 65 ટકાથી વધુ મતદાન થયું છે. પરંતુ ચૂંટણી દરમિયાન ઘણી જગ્યાએ હિંસાની સામાન્ય ઘટનાઓ સામે આવી, પરંતુ એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. 

પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં કુલ 475 સીટો પર મતદાન થયું છે. 234 સભ્યોવાળી વિધાનસભા માટે તમિલનાડુમાં એક તબક્કામાં મતદાન થયું, જ્યારે કેરલ (140 સભ્યો) અને પુડુચેરી (30 સભ્યો) માં પણ મંગળવારે એક તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. જ્યારે બંગાળ અને અસમમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે. 

સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે. મંગળવારે મતદાન બાદ તમિલનાડુ, કેરલ, અસમ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે. 

આ પહેલા બંગાળમાં ચૂંટણી પંચે આઠ રિટર્નિંગ ઓફિસરોને હટાવી દીધા હતા. જે રિટર્નિંગ ઓફિસરોને હટાવવામાં આવ્યા તેમાં કોલકત્તા પોર્ટ, ભવાનીપુર, બેલિયાઘાટા, શ્યામપુકુર અને કાશીપુર બેગલછિયાના અધિકારી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news