આજે જાહેર થશે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તારીખો, મહારાષ્ટ્રને લઈને 'સસ્પેન્સ'
Assembly Elections Date 2024: દેશની રાજનીતિના સૌથી મોટા સમાચાર: આજે રાષ્ટ્રિય ચૂંટણી પંચ કરશે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત. ખાસ કરીને નવા સીમાંકન બાદ પહેલીવાર થશે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીઓ.
Trending Photos
- આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો નું થશે એલાન
- નવા સીમાંકન બાદ જમ્મુ કશ્મીરમાં યોજાશે ચૂંટણી
- જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો ની પણ થશે જાહેરાત
- આજે બપોરે ત્રણ કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
Election Commission: ભારતની રાજનીતિની અત્યાર સુધીની સૌથી મોટી ખબર! આજે જાહેર થશે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તરીખો. રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે તારીખોનું એલાન. આજે 2 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની થશે જાહેરાત, જોકે હજુ મહારાષ્ટ્રને લઈને 'સસ્પેન્સ' યથાવત છે.
રાષ્ટ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જોકે આયોગે મીડિયાને મોકલેલા આમંત્રણમાં ચૂંટણી ક્યાં યોજવામાં આવશે તેનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી.
ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જોકે આયોગે મીડિયાને મોકલેલા આમંત્રણમાં ચૂંટણી ક્યાં યોજવામાં આવશે તેનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી. તેથી માનવામાં આવી રહ્યું છે કે આ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 30મી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાની સમયમર્યાદા નક્કી કરી દીધી છે. હરિયાણા અને મહારાષ્ટ્ર એસેમ્બલીનો કાર્યકાળ અનુક્રમે 3 નવેમ્બર અને 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે પરંતુ પંચે હજુ સુધી મહારાષ્ટ્રની મુલાકાત લીધી નથી. આથી મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો હવે પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે