Atiq Ahmed: હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સીક્રેટ લેટર લખીને ગયો છે અતીક અહમદ, હવે ખુલશે રાઝ?

Atiq Ahmed News: અતીક અહમદના વકીલે કહ્યુ, 'અતીકે મને કહ્યુ હતુ કે તેને કેટલાક પોલીસ અધિકારીઓએ જેલમાં ધમકી આપી હતી. તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધી વાતો લેટરમાં છે.'
 

Atiq Ahmed: હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સીક્રેટ લેટર લખીને ગયો છે અતીક અહમદ, હવે ખુલશે રાઝ?

નવી દિલ્હીઃ Atiq Ahmed Secret Letter: માફિયાથી રાજનેતા બનેલા અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બંનેને પ્રયાગરાજના કબ્રસ્તાનમાં રવિવારે દફનાવી દેવામાં આવ્યા હતા. બંનેની શનિવારે તે સમયે હત્યા થઈ જ્યારે તે મીડિયાકર્મીઓના સવાલના જવાબ આપી રહ્યાં હતા. આ સનસનીખેજ  ઘટના બાદ નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અતીકે પોતાની હત્યાના થોડા દિવસ પહેલાં એક પત્ર લખ્યો હતો. આ પત્ર સુપ્રીમ કોર્ટને સંબોધિત કરતા લખવામાં આવ્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ લેટર ખુલ્યા બાદ ઘણા મહત્વના રાઝ ખુલી શકે છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર અતીક અહમતે આ પત્રમાં પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. હત્યાના બે સપ્તાહ પહેલાં આ લેટર લખવામાં આવ્યો હતો. તેમાં તેણે 'સેવામાં, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા'ને સંબોધિત કરતા લખ્યુ હતું. લેટરના અંતમાં અતીક અહમતે, પૂર્વ સાંસદ લખ્યું હતું. પરંતુ આ લેટર વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લેટરમાં ઘણા રાઝ છુપાયેલા હોઈ શકે છે. અતીકના વકીલે આ લેટર વિશે કહ્યું- અતીકે મને કહ્યુ હતુ કે કેટલાક પોલીસ અધિકારીઓએ જેલમાં ધમકી આપી હતી. તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધુ લેટરમાં છે. 

અશરફ વ્યક્ત કરી ચુક્યો હતો હત્યાની આશંકા
અતીક અને અશરફ સતત પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતા હતા. જ્યારે સાબરમતી જેલથી અતીકને પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યાં હતા, ત્યારથી તેની હત્યાનો ડર હતો. તો ઉમેશ પાલ કિડનેપિંગ મામલામાં રજૂઆત બાદ 28 માર્ચની રાત્રે અશરફ બરેલી જેલ જ્યારે પરત ફર્યો ત્યારે તેણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાત કરતા અશરફે કહ્યુ હતુ કે તેને ફરી બે સપ્તાહ બાદ જેલમાંથી બહાર કાઢવામાં આવશે અને ખેલ ખતમ કરી દેવામાં આવશે. તેણે દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેને આ વાત જણાવી છે. પરંતુ તે પોલીસ અધિકારી કોણ હતો, અશરફે તેનું નામ જણાવ્યું નહોતું. 

પ્રતાપગઢ જેલ મોકલવામાં આવ્યા શૂટર
આતિક-અશરફ હત્યા કેસ અંગે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હમીરપુરના સની (23), બાંદાના લવલેશ તિવારી (22) અને કાસગંજના અરુણ કુમાર મૌર્ય (18)ને વહીવટી આધાર પર પ્રયાગરાજની કેન્દ્રીય જેલમાંથી જિલ્લા જેલ પ્રતાપગઢ શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ત્રણેય આરોપીઓને બપોરે 12 કલાકે પ્રયાગરાજથી લાવવામાં આવ્યા અને બપોરે 2.10 કલાકે પ્રતાપગઢ જેલમાં પ્રવેશ કર્યો હતો. અતીક અશરફ હત્યાકાંડના ત્રણેય આરોપી કોન્ટ્રાક્ટ કિલર હોવાનું સામે આવી રહ્યું છે. આ હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. 

આરોપીઓનું કબૂલનામું
અતીક અને અશરફ પર હુમલો કરનારનું નામ લવલેશ તિવારી, અરૂણ મૌર્ય અને સની છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે- માફિયા અતીકનો પાકિસ્તાન સાથે સંબંધ હતો. તેણે અને તેની ગેંગમાં સામેલ સભ્યોએ તમામ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને વિરોધમાં નિવેદન આપનાર લોકોને પણ છોડતો નહીં. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો, તેથી અમે બંનેને મારી નાખ્યા. કાલ્વિન હોસ્પિટલમાં બંને ભાઈઓની હત્યા કરનાર આરોપીઓએ પોલીસની સામે આ નિવેદન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news