ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થશેઃ બિલ ગેટ્સ
ગેટ્સે કહ્યું, 'મને હાલના સમયની વધુ જાણકારી નથી, પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આગામી દાયકો ભારતનો હશે અને આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.'
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે (bill gates) કહ્યું કે, ભારતમાં આગામી દશકમાં ખુબ ઝડપથી આર્થિક વિકાસ (economic growth) કરવાની ક્ષમતા છે. તેનાથી લોકોની ગરીબી દૂર થઈ શકશે અને સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષામાં વધુ રોકાણ કરી શકશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ગેટ્સે ભારતની આધાર ઓળખ સિસ્ટમ, નાણાકીય સેવાઓ અને ફાર્મા સેક્ટરની પ્રશંસા કરી હતી. ગેટ્સની પ્રતિક્રિયા તેવા સમયે આવી છે, જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં વર્તમાનમાં મંદીનો સમય ચાલી રહ્યો છે અને લગભગ તમામ સેક્ટરોમાં પાછલા સમયે ઘટાડો જોવા મળ્યો હતો.
ગેટ્સે કહ્યું, 'મને હાલના સમયની વધુ જાણકારી નથી, પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આગામી દાયકો ભારતનો હશે અને આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.' તેમણે આધાર ઓળખ સિસ્ટમની પ્રશંસા કરતા કહ્યું, 'ભારત એક મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં ઘણા સારા ઇનોવેશન જોવા મળે છે. દેશમાં આધાર અને યૂપીઆઈના માધ્યમથી સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને તેનો વ્યાપક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના ઘણા આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા છે.'
ભારતીય ડિજિટલ સિસ્ટમને અન્ય દેશોમાં લાગૂ કરાવવા ઈચ્છુ છું- ગેટ્સ
તેમણે કહ્યું, 'અમે લોકો નંદન નિલેકણી જેવા વ્યક્તિઓની સાથી મળીને કામ કરીએ છીએ. તેણે ભારતમાં ડિજિટલ ઓળખના માધ્યમથી નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હું શીખવા ઈચ્છું છું જેથી અન્ય દેશોમાં તેને લાગૂ કરી શકાય. જ્યારે લોકો ભારત વિશે વિચારે છે, તો તે આઈટી સેવાઓ અને અને અહીં કરાયેલા ઉલ્લેખનીય કાર્યો વિશે વિચારે છે. માનવીય સ્થિતિમાં સુધાર ઓછો જોવા મળે છે, પરંતુ તેના દ્વારા કરવામાં આવેલું કાર્ય પ્રશંસાપાત્ર જરૂર છે.'
બિલ ગેટ્સની કુલ સંપત્તિ 110 બિલિયન અમેરિકન ડોલર
ગેટ્સ પોતાના ફાઉન્ડેશનના કામકાજની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે છે. શુક્રવારે બિલ ગેટ્સ અમેઝોનના જેફ બેજોસને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. તેમની કુલ સંપત્તિ 110 બિલિયન અમેરિકન ડોલર (7.89 લાખ કરોડ) છે. ગેટ્સે અત્યાર સુધી વિભિન્ન દેશોમાં ગરીબીને ઓછી કરવા અને સામાજિક વિકાસ કાર્યક્રમો માટે બિલ અને મેલિન્ડા ફાઉન્ડેશનને 35 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું દાન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે