દીપોત્સવ 2019: અયોધ્યાના 8000 ઘરોમાં પ્રગટાવવામાં આવશે દીવડા

ખાસ વાત છે કે ખુદ મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય રહેણાક વિસ્તારમાં જઈને દીપોત્સવ માટે દીવા વહેંચશે. 

Trending Photos

દીપોત્સવ 2019: અયોધ્યાના 8000 ઘરોમાં પ્રગટાવવામાં આવશે દીવડા

અયોધ્યાઃ અયોધ્યા દીપોત્સવ 2019 (Ayodhya Deepotsav 2019) ભવ્ય સ્વરૂપમાં ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દીપોત્સવમાં અધોધ્યા મહાનગર પાલિકાની ખાસ ભૂમિકા હશે. દીપોત્સવમાં 5 લાખ 51 હજાર દીવાથી અયોધ્યાને પ્રકાશિત કરવામાં આવશે. તેની તૈયારી મહાપાલિકા પૂરી કરી લીધી છે. અયોધ્યા મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયે દાવો કર્યો કે મનપા અયોધ્યાના 8000 ઘરોમાં દીપોત્સવ મનાવવા માટે દીવડાની વ્યવસ્થા કરશે. 

ખાસ વાત છે કે ખુદ મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય વસ્તિઓમાં જઈને દીપોત્સવ માટે દીવડા વહેંચશે. પ્રત્યેક ઘરોમાં 11-11 દીવાની સાથે તેલની વ્યવસ્થા મનપા કરશે. તેના માટે મનપાના કોર્પોરેટરો અને કર્મચારીઓને કામે લગાવવામાં આવી રહ્યાં છે. અયોધ્યાના જયસિંહપુર ગામ સ્થિત અન્ય ગામોમાં દીપોત્સવ માટે દીવા બનાવવાનું કાર્ય એક પ્રકારે પૂરુ થઈ ગયું છે. મનપા અયોધ્યાની સાફ-સફાઇ પર વિશેષ ધ્યાન રાખશે. 

આ વખતે મહાનગર પાલિકા લાખો રૂપિયાના ખર્ચે 85 આધુનિક ટોયલેટ અયોધ્યામાં લગાવી રહ્યું છે. જેથી દીપોત્સવમાં સામેલ થનારા પર્યટકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. મનપા 42 કરોડના ખર્ચથી 101 રસ્તાઓનો દીપોત્સવના દિવસે 26 ઓક્ટોબરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. આ રસ્તાઓ અયોધ્યાના આંતરિક રસ્તાઓ હશે, જે મંદિરો, ઘાટો અને માર્ગોને મુખ્ય રસ્તાઓ સાથે જોડશે. 

મહાનગર પાલિકાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયનું કહેવું છે કે આ વખતે અયોધ્યાનો દીપોત્સવ પાછલા બે દીપોત્સવથી વધુ સુંદર હશે. કારણ કે આ વખતે ફરી અયોધ્યામાં 551000 દીવા પ્રગટાવીને કીર્તિમાન બનાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news