મહીસાગરમાં એકાએક વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને વધારે નુકસાનની આશંકા

ચાલુ વર્ષે 139 ટકા વરસાદ પડવાના કારણે પહેલાથી જ ખેડૂતો લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે તેમાં હજી પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેતા પડતા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે

મહીસાગરમાં એકાએક વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને વધારે નુકસાનની આશંકા

અમદાવાદ : મહીસાગર જીલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો છે. બપોર સુધી સામાન્ય વાતાવરણ હતુ અને તડકો નિકળ્યો હતો. જો કે અચાનક 4 વાગ્યાની આસપાસ વાદળો ગોરંભાવા લાગ્યા હતા અને પવન ફુંકાવા લાગ્યા હતા. થોડા જ સમયમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો હતો. પહેલા ઝરમર ચાલુ થયેલ વરસાદ ધીરે ધીરે જામી ગયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. 

થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાંવરસાદ ખુબ પડ્યો ઉપરાંત સમય કરતા વધારે લાંબો સમય સુધી ચોમાસુ ચાલ્યું. ચાલુ વર્ષે ગુજરાતમાં સીઝનનો 139 ટકા વરસાદ પડ્યો છે. જે 39 ટકા જેટલો વધારે છે. જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતા પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યા અચાનક આજે આકાશ ગોરંભાયુ અનેવરસાદ ખાબક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news