Ram Mandir Ayodhya: રામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂપિયાના 15 હજાર ચેક બાઉન્સ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (ayodhya ram mandir) નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પરિષદ તરફથી ફંડ તરીકે ભેગા કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના મૂલ્યના આશરે 15 હજાર બેન્ક ચેક બાઉન્ટ થઈ ગયા છે. ટેકનીકલ કારણોસર ચેક બાઉન્સ થવાનું સામે આવ્યું છે.
Trending Photos
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (ayodhya ram mandir) નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પરિષદ તરફથી ફંડ તરીકે ભેગા કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના મૂલ્યના આશરે 15 હજાર બેન્ક ચેક બાઉન્ટ થઈ ગયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા બનાવેલા ન્યાસ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના એક ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચેક ખાતામાં ઓછી રકમ હોવા કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ચેક બાઉન્સ થયા છે.
ન્યાસના સભ્ય ડો. અનિલ મિશ્રાએ કહ્યુ કે, ટેકનિકલ ગડબડીના સમાધાન માટે બેન્ક કામ કરી રહી છે અને તે લોકોને ફરી દાન કરવા માટે કહી રહ્યાં છે. આ ચેકમાં લગભગ 2 હજાર અયોધ્યાથી ભેગા કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ફંડ ભેગું કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન ચેક સંગ્રહિત કર્યા હતા. આ અભિયાન દરમિયાન આશરે 5000 કરોડની રકમ ભેગી કરી હતી. પરંતુ ન્યાસ દ્વારા હજુ એકત્ર કરવા માટે અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ maharashtra: મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં 61 હજારથી વધુ કેસ, 349 મૃત્યુ
ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ હેઠળ નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પાછલા મહિના સુધી લોકોએ મંદિર બનાવવા માટે ખુબ દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટમાં જણાવવવામાં આવ્યું કે, રામ મંદિર માટે 1 હજાર કરોડ રૂપિયાનું દાન આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અનુમાન લગાવતા દાવો કર્યો હતો કે ટ્રસ્ટને દાનમાં મળનારી કુલ રકમ 3500 કરોડની આસપાસ છે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 1 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે દાનની રકમ 3 હજાર કરોડથી વધી ગઈ છે. હજુ ફંડની અંતિમ ગણતરી કરવામાં આવી નથી. તે માટે કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ સુધી રકમની ગણતરી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે