Ayushi Murder Case: પુત્રીની હત્યાના આરોપમાં દિલ્હીથી માતા-પિતાની ધરપકડ, મથુરામાં બેગમાં મળ્યો હતો મૃતદેહ
Ayushi Murder Case 18 નવેમ્બરે બપોરે યમુના એક્સપ્રેસવે પર મથુરાના રાયા પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વિસ રોડ પર એક લાલ કલરની ટ્રોલી બેગ મળી હતી. પોલીસે બેગ ખોલી તો તેમાં યુવતીનો મૃતદેહ હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ગ્રેટર નોઇડાથી આગરા વચ્ચે બનેલ યમુના એક્સપ્રેસવેના સર્વિસ રોડ પર બેગમાંથી યુવતીના મૃતદેહ મળવાના મામલામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મથુરા પોલીસે આજે સોમવારે પુત્રી આયુષીની હત્યાના આરોપમાં માતા-પિતાની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પુત્રીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને છત્રપાલ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતા.
યુવતીના વલણથી નારાજ હતો પરિવાર
જાણવા મળી રહ્યું છે કે યુવતીનું વલણ સારૂ નહોતું, તેનાથી પરિવારના લોકો નારાજ ચાલી રહ્યાં હતા. ત્યારબાદ પિતાએ પોતાની લાયસન્સવાળી બંદૂકથી યુવતીને ગોળી મારી દીધી, ત્યારબાદ મૃતદેહને માતા-પિતાએ બેગમાં પેક કરીને મથુરા પાસે હાઈવે કિનારે ફેંકી દીધુ હતું.
મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી આયુષી
પાડોશીઓએ જણાવ્યું કે આયુષી હંમેશા મોડી રાત સુધી ઘરની બહાર રહેતી હતી, જેથી પિતા નારાજ હતા. આ વાતથી નારાજ પિતાએ પુત્રીની હત્યા કરી દીધી અને મૃતદેહને બેગમાં ભરીને મથુરા પાસે હાઈવે પર ફેંકી દીધુ હતું.
યમુના એક્સપ્રેસવે પર બેગમાં મળ્યો હતો મૃતદેહ
ઉલ્લેખનીય છે કે યમુના એક્સપ્રેસવેના સર્વિસ રોડ પર શુક્રવારે બપોરે ટ્રોલી બેગમાં એક મૃતદેહ મળ્યો હતો. તે દિલ્હીમાં બીસીએનો અભ્યાસ કરી રહેલી યુવતીનો હતો. તે 17 નવેમ્બરે સવારે ઘરેથી નિકળી હતો. સ્વજનોએ રવિવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચીને મૃતદેહની ઓળખ 22 વર્ષીય આયુષી યાદવના રૂપમાં કરી હતી. સ્વજનોએ કોઈ વિશેષ જાણકારી આપી નહીં, પરંતુ પોલીસ તેને ઓનર કિલિંગની આશંકા માની રહી હતી.
પિતા જ નીકળ્યા હત્યાના આરોપી
ચોંકાવનારી વાત એ હતી કે ઘરવાળાઓએ આ મામલે પુત્રીની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી નહતી. જો કે આ મામલે પોલીસને શરૂઆતથી જ ઈનપુટ મળી ગયા હતા કે પિતા જ પુત્રીની હત્યાનો આરોપી છે. હાલ આરોપી પિતા પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને લાશને લઈ જવામાં ઉપયોગમાં લેવાયેલી કારને પણ જપ્ત કરી છે.
આ કારણથી નારાજ હતા પિતા
વાત જાણે એમ છે કે આયુષી કોઈને જણાવ્યાં વગર ઘરેથી નીકળી ગઈ હતી. પિતા તેનાથી નારાજ હતા. જેવી આયુષી ઘરે આવી કે તેમણે તેને ગોળી મારી દીધી. આ વાત પિતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પણ સ્વીકારી છે. ઘટના 17 નવેમ્બર રાતની છે જ્યારે આયુષીની લાશને સૂટકેસમાં રાખીને ઝાડીઓમાં ફેંકી દેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે