ફેસબુક પર ટિપ્પણી મુદ્દે આઝમગઢમાં હિંસા, ATM અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ

બપોરે આશરે 12 વાગ્યે પોલીસ અને જિલ્લા તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા, સ્ટેશન બહાર એકત્ર ટોળાએ અચાનક પથ્થર મારો કર્યો

ફેસબુક પર ટિપ્પણી મુદ્દે આઝમગઢમાં હિંસા, ATM અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ

આઝમગઢ : ફેસબુક પર એક સંપ્રદાય ખાસ પર કરેલી ટીપ્પણી મુદ્દે શનિવારે આઝમગઢમાં હિંસા ભડકી ઉઠી હતી. પોતાનાં ધર્મ વિરુદ્ધ ટિપ્પણી પર ભડકેલા લોકોએ એક પોલીસ ચોકીમાં તોડફોડ કરી અને ચોકીમાં આગ લગાવી દીધી હતી. તે ઉપરાંત હિંસક ભીડે એક પોલીસ જીપ અને એક એટીએમને પણ નુકસાન પહોંચાડ્યું. ભીડને કાબુ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તોડફોડ માટે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. પરિસ્થિતી કાબુમાં લેવા માટે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સુરક્ષાદળો ફરજંદ કરાયા છે. 

પોલીસનાં અનુસાર ત્રણ દિવસ પહેલા અમીત સાહૂએ ઇસ્લામ મુદ્દે ફેસબુક પર કોઇ અપમાનજનક ટિપ્પણી કરી હતી. સ્થાનીક લોકોએ તેનાં વિરોધમાં શનિવારે સરાયમીર પોલીસ સ્ટેશનો ઘેરાવ કર્યો હતો. એક પુર્વ નગર પંચાયત અધ્યક્ષની અપીલનાં પગલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવ્યા. પોલીસનાં અનુસાર શનિવારે આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહ હતી ત્યારે જ બીજા પક્ષનાં લોકો પોલીસ સ્ટેશન પર એકત્ર થવા લાગ્યા હતા. થોડા જ સમયમાં હજારોનાં ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. 

— ANI UP (@ANINewsUP) April 28, 2018

પોલીસે જણાવ્યું કે બપોરે આશરે 12 વાગ્યે પોલીસ અને જિલ્લા તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર એકત્ર ટોળાએ અચાનક પથ્થરમારો ચાલુ કરી દીધો જેનાં કારણે  કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થઇ ગયા. ટોળાએ એક બેંક એટીએમને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધું. ટોળા પર કાબુ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસનાં ગોળા છોડવામાં આવ્યા. પરિસ્થિતી પરકાબુ નહી થતા હવાઇ ફાયરિંગ કરવામાં આવ્યું. 

એસ.પી અજય કુમાર સાહનીએ જણાવ્યું કે લોકોની ભીડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ધરપકડ કરાયેલ આોપી અમિત પર એનએસએ લગાવવાની માંગ કરી રહી હતી. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોને ઉકસાવવા પર ભીડ ભડકી ગઇ. એસપીએ જણાવ્યું કે, હવે મામલો શાંત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news