અજીબ દાસ્તાન! વર્ષોથી એક ભૂત સાથે પ્રેમ સંબંધ ધરાવે છે આ યુવતી, બિલકુલ સામાન્ય જીવન જીવે છે

Weird News: અમેરિકાની એક મહિલાએ પોતાની અનોખી કહાની જણાવતા દાવો કર્યો છે કે તે એક ભૂત સાથે રિલેશનશીપમાં છે અને તે સંપૂર્ણ રીતે સામાન્ય જીવન જીવી રહી છે.

અજીબ દાસ્તાન! વર્ષોથી એક ભૂત સાથે પ્રેમ સંબંધ ધરાવે છે આ યુવતી, બિલકુલ સામાન્ય જીવન જીવે છે

અમેરિકાની એક મહિલાએ પોતાની અનોખી કહાની જણાવતા દાવો કર્યો છે કે તે એક ભૂત સાથે રિલેશનશીપમાં છે અને તે સંપૂર્ણ રીતે સામાન્ય જીવન જીવી રહી છે. જ્યારે લાલ કોટમાં એક વેલ્શ વ્યક્તિના આત્માએ એક રાતે તેના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારથી આ પ્રેમ કહાનીની શરૂઆત થઈ. વર્ષો બાદ 33 વર્ષની રિબેકા કારમાઈકલ હજુ પણ ભૂત સાથે રિલેશનશીપમાં છે. 

જ્યારે કોવિડ પ્રતિબંધોના કારણે દેશભરમાં થિયેટરો બંધ થઈ ગયા તો આ કલાકાર અને નાટ્યકારે એક અલગ જૂનૂન શોધવાનો નિર્ણય લીધો. તેણે આધ્યાત્મિક દુનિયા સાથે જોડાવવાનું શરૂ કરી દીધુ. રિબેકાની તે પેરાનોર્મલ સાથે વાતચીત બહુ પહેલેથી શરૂ થઈ ગઈ હતી. તેમણે ધ યુએસ સનને જણાવ્યું કે 2018માં વિલમિંગ્ટન ઉત્તરી કેરોલિના ગયા બાદ એક ભૂત ગાઈડ તરીકે મે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને આ નોકરી યોગ્ય લાગી હતી. એક રાતે તેની આજુબાજુ કોઈ હાજર હોય તેવું લાગ્યું. રિબેકાનું એવું લાગ્યું કે જાણે કોઈ તેને બોલાવે છે. લાલ કોટ પહેરેલા એક વ્યક્તિએ જે એક ભૂત હતો તેણે રિબેકાને પૂછ્યું કે શું તેની પાસે ઘરે જવા માટે કોઈ એસ્કોટ છે તો રિબેકાએ ખચકાતા તેને પોતાની સાથે આવવા માટે સહમત થઈ. 

પહેલા તો રિબેકાને તેનામાં કોઈ રસ નહતો પરંતુ બાદમાં બંને એક થઈ ગયા. ત્યારબાદ રિસર્ચ દ્વારા એ વાતની પુષ્ટિ થઈ કે રૂપર્ટ ક્રાંતિકારી યુદ્ધ દરમિયાન ઉત્તરી કેરોલિનામાં તૈનાત એક વેલ્શ વ્યક્તિ હતો. તે વિલમિંગ્ટન પાસે એક પરિવાર સાથે રહેતો હતો અને તેણે તેમની પુત્રી મેરી સાથે ગાઢ સંબંધ વિક્સાવી દીધા હતા. પાછળથી તેણે લગ્ન કરી લીધા. 

રૂપર્ટે ત્યારબાદ રિબેકાને જણાવ્યું કે તે ગત જન્મમાં તેની પત્ની તરીકે રહી ચૂકી છે. તેમણે કહ્યું કે તેમણે તેમનું બાકી જીવન મેરીની શોધમાં વિતાવ્યું છે. રૂપર્ટે રિબેકા અને મેરી વચ્ચે સમાનતાઓ જણાવી અને સમજાવ્યું કે તેની આત્માએ તેને ઓળખી લીધી છે અને તે હવે ત્યાં સુધી આગળ વધવાની રાહ જોશે જ્યાં સુધી રિબેકાનો આ જીવનમાં સમય પૂરો ન થઈ જાય. આશ્ચર્યની વાત છે કે આ જોડી એક સાથે સમય વિતાવવા, સેર કરવા, અને કોફી શોપમાં જવાનો આનંદ પણ માણે છે. 

ખાસ નોંધ: આ યુવતીના દાવાના આધારે જણાવવામાં આવેલી માહિતી છે. ઝી 24 કલાક આ અંગેની કોઈ પુષ્ટિ કરતું નથી કે અંધવિશ્વાસમાં માનતું નથી, પ્રોત્સાહન આપતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news