શું ભારત 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકશે ?
અર્થવ્યવસ્થાનાં આકારનાં મુદ્દે ભારત ત્રીજા ક્રમ પર પહોંચશે, પ્રથમ અને ચીન ક્રમશ અને બીજા ક્રમ પર છે
Trending Photos
નવી દિલ્હી : શું 2025 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર એટલે કે 332 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકશે ? ભારતનું અર્થતંત્ર અત્યારે 2.6 ટ્રિલિયન ડોલર (173 લાખ કરોડ રૂપિયા) કરી છે. ગત્ત અઠવાડીયે દેશનાં આર્થિક મુદ્દાનાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે વર્લ્ડ બેંકને જણાવ્યું કે, 2025 સુધી ભારતનું અર્થતંત્ર સાઇઝ બમણું થઇ જશે. શું તેવું શક્ય બનશે ? આંકડાઓ પર નજરથી જો દેશની અર્થવ્યવસ્થાની ઝડપ જોઇએ તો તેવું સંભવ છે.
ભારતની અર્થવ્યવસ્થા 2007થી 2014ની વચ્ચે 1 ટ્રિલિયન ડોલરથી વધીને 2 ટ્રિલિયન ડોલર થઇ ગઇ હતી. જીડીપીની ઝડપ જો આગામી વર્ષોમાં પણ ચાલું રહ્યું તો ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. હાલ અર્થવ્યવસ્થાની સાઇઝનાં મુદ્દે ભારતથી આગળ અમેરિકા અને ચીન જ છે. 2016-17માં ભારતનું અર્થતંત્ર 337 બિલિયન ડોલર્સ વધે. જો આગામી સાત વર્ષ ભારત આ જ ઝડપથી વધશે તો પણ આરામથી 2025 સુધી પોતાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે.
ફ્રાંસ અને જર્મનીની આર્થિક ઝડપને જોડી પણ આપે તો પણ ભારત કરતા ઓછું છે. ભારતની ઇકોનોમી 2016-17માં જેટલી વધી છે, તે વિશ્વનાં 158 દેશોની કુલ જીડીપી કરતા વધારે છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. અર્થવ્યવસ્થાનાં આકારનાં મુદ્દે ભારત હાલ ત્રીજા ક્રમ પર છે. 19.1 ટ્રિલિયન ડોલરની સાથે અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજા ક્રમ પર ચીન છે જેની અર્થવ્યવસ્થા 12 ટ્રિલિયન ડોલરની છે.
ભારતની અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડોલર છે અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો 2016 અને 2017ની વચ્ચે કોઇ દેશની અર્થવ્યવસ્થા સૌથી વધારે વધી છે તો તે ચીન છે. આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થામાં 793 બિલિયન ડોલર જોડાયા હતા. વાત જો અમેરિકાની કરીએ તો આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા 766 બિલિયન ડોલર જોડાયા. આ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થામાં 337 બિલિયન ડોલરનો વધારો થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે