RBI MPC Meeting: RBIના આ નિર્ણયથી કરોડો લોન લેનારાઓને મોટી રાહત, નવા EMI અને વ્યાજ દરો તપાસો

RBI MPC Meeting Updates: દિલ્લી ખાતે મળેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં શું નિર્ણય લેવાયો? આરબીઆઈના ગવર્નરે કઈ મોટી જાહેરાત કરી જાણો.

RBI MPC Meeting: RBIના આ નિર્ણયથી કરોડો લોન લેનારાઓને મોટી રાહત, નવા EMI અને વ્યાજ દરો તપાસો

RBI MPC Meet December Updates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દિલ્લી ખાતે મોનિટરી પોલીસી કમિટીની બેઠકનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લાં ત્રણ દિવસથી ચાલતી આ બેઠકમાં આજે નવા નિયમો જાહેર કરવાના હતાં. ત્યારે આરબીઆઈએ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. જેનાથી કરોડો દેશવાસીઓને મોટી રાહત થઈ છે. આજે આરબીઆઈની મોનીટરી પોલીસી કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેનાથી કરોડો લોનધારકોને સીધો લાભ થશે. 

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.5 ટકા પર યથાવત-
રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. RBI ગવર્નરે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. RBIએ સતત પાંચમી વખત વ્યાજ દરો યથાવત રાખ્યા છે. બીજા ક્વાર્ટરમાં (Q2FY24) જીડીપીના આંકડા અપેક્ષા કરતા સારા હતા.

રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારવામાં આવ્યો હતો-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ભાવને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટીને 4.87 ટકા થયો હતો. તેની ઓક્ટોબરની નાણાકીય નીતિ સમીક્ષામાં, MPCએ 2023-24માં છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સરકારે રિટેલ ફુગાવો બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી આરબીઆઈને આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news