શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...વિગતો ખાસ જાણો

Multiple Sim Card: જો તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ હોય તો ઉપાધીના પોટલા આવી શકે છે. જો તમે ટેલિકોમ કાનૂનમાં નિર્ધારિત લીમિટ કરતા વધુ સિમ કાર્ડ લીધા હોય તો તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. વારંવાર આ નિયમનો ભંગ કરશો તો તમને જેલ પણ થઈ શકે છે.

શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...વિગતો ખાસ જાણો

જો તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ હોય તો ઉપાધીના પોટલા આવી શકે છે. જો તમે ટેલિકોમ કાનૂનમાં નિર્ધારિત લીમિટ કરતા વધુ સિમ કાર્ડ લીધા હોય તો તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. વારંવાર આ નિયમનો ભંગ કરશો તો તમને જેલ પણ થઈ શકે છે. ત્યારે તમને પણ એમ થાય કે આખરે એક નામ પર કેટલા સિમ કાર્ડ લઈ શકાય અથવા તો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ છે તે વિશે તમારે જો ઓનલાઈન ચેક કરવું હોય તો કેવી રીતે કરાય? આ તમામ સવાલો વિશે તમને અમે વિસ્તૃત માહિતી જણાવીશું. 

મહત્તમ સિમ કેટલા રાખી શકાય
કોઈ વ્યક્તિ પોતાના નામ પર વધુમાં વધુ કેટલા સિમ કાર્ડ ધરાવી શકે? તો તમને જણાવી દઈએ કે આ એ વાત પર નિર્ભર કરશે કે તે સિમ કાર્ડ ક્યાંથી લે છે. ગ્રાન્ટ થોર્નટન ઈન્ડિયાના પાર્ટનર નીતિન અરોડાના જણાવ્યાં મુજબ જમ્મુ અને કાશ્મીર, અસમ અને પૂર્વોત્તર લાઈસન્સ પ્રાપ્ત સેવા ક્ષેત્રો (એઓ) ને બાદ કરતા બાકીના તમામ ટેલિકોમ સર્કિલમાં  પ્રતિ વ્યક્તિ મહત્તમ સિમ કાર્ડની લિમિટ 9 નિર્ધારિત કરાઈ છે. એટલેકે એક વ્યક્તિ વધુમાં વધુ 9 સિમ કાર્ડ પોતાના નામ પર ધરાવી શકે. જમ્મુ અને કાશ્મીર, અસમ અને પૂર્વોત્તરમાં આ મર્યાદા 6 સિમની છે. 

નિયમ તોડો તો શું દંડ થાય?
નીતિન અરોડાના જણાવ્યાં મુજબ 26 જૂન 2024થી લાગૂ થયેલા નવા ટેલિકોમ કાયદા મુજબ નિર્ધારિત મર્યાદાથી વધુ સિમ કાર્ડ રાખો તો પહેલીવાર તમને 50,000 રૂપિયા સુધીનો દંડ  થઈ શકે છે અને ત્યારબાદ પણ જો આ ભંગ થાય તો દંડની રકમ વધારીને 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. જો કોઈ ફ્રોડનો મામલો સામે આવે તો 3 વર્ષ સુધીની સજા, કે 50 લાખ રૂપિયા સુધીનો દંડ કે બંનેનો સામનો પણ કરવો પડી શકે છે. 

તમારી આ જવાબદારી જાણો
ભલે તમે સીધી રીતે નવથી વધુ સિમ કાર્ડ ન લીધા હોય પરંતુ કોઈ અન્યએ તમારા નામથી લીધા હોય તો નિર્ધારિત સંખ્યાથી વધુ સિમકાર્ડ લેવા માટે તમે જ જવાબદાર ઠરી શકો છો. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ છે. નવા ટેલિકોમ અધિનિયમ, 2023 હેઠળ ફ્રોડ કે ચિટિંગ દ્વારા સિમ કાર્ડ લેવું પણ દંડનીય છે. જાણકારોનું માનીએ તો એ જરૂરી નથી કે ટેલિકોમ એક્ટ દ્વારા નિર્ધારિત દંડ સિમ કાર્ડની સંખ્યા સંબંધિત હોય, પરંતુ એ પણ ખુબ મહત્વનું છે કે કઈ રીતે આ સિમ કાર્ડ રજિસ્ટર્ડ  કરાવેલું છે. 

આ રીતે જાણો કેટલા સિમકાર્ડ રજિસ્ટર્ડ છે તમારા નામ પર!
જો તમારી પાસે પહેલેથી જ 9 કે 6 (સર્કિલ પ્રમાણે) સિમ કાર્ડ હોય તો તે શક્ય નથી કે તમે તમારા નામ હેઠળ વધુ સિમકાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો. ટેલિકોમ ઓપરેટર સરળતાથી ઓળખી શકે છે કે એક વ્યક્તિએ કેટલા સિમકાર્ડ લીધા છે. લાઈસન્સ હોલ્ડર સર્વિસ પ્રોવાઈડર્સે એવા સોફ્ટવેર અને એાલિટિક્સનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે જે એ જાણી શકે કે કોઈ વ્યક્તિ પાસે કેટલા સિમ કાર્ડ છે. તમે સંચાર સાથી પોર્ટલ (Sanchar Saathi Portal) પર જઈને પણ એ જાણી શકો કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news