Bharat Bandh 21 August: આજે ભારત બંધ..ઘરેથી નીકળતા પહેલા જાણી લો કે શું ખુલ્લું હશે અને કઈ સેવાઓ રહેશે ઠપ્પ
દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે.શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ તે પણ જાણી લો.
Trending Photos
દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. આ ચુકાદા અંગે અનેક સંગઠનોનું માનવું છે કે તે અનુસૂચિત જનજાતિઓ (એસસી), અનુસૂચિત જનજાતિઓ (એસટી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના અનામતને નબળું કરે છે.
કેમ થઈ રહ્યું છે આંદોલન?
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ઈન્દિરા સાહની મામલે આપેલા નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. જેણે ભારતમાં અનામતની રૂપરેખા સ્થાપિત કરી હતી. આ સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે. આ સંગઠન માને છે કે આ નિર્ણય સામાજિક ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે.
શું છે માંગણી
આંદોલનકારીઓ ઈચ્છે છે કે અનામત વિશે એક નવો કાયદો બનાવવામાં આવે જે બંધારણની નવમી સૂચિમાં સામેલ હોય અને તેને સંરક્ષિત કરવામાં આવે. આંદોલનકારીઓ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદા પર પુર્નવિચાર કરે અને તેને ફગાવે. તેઓ ઈચ્છે છે કે સંસદ અનામત પર એક નવો કાયદો બનાવે જે બંધારણની નવમી સૂચિમાં સામેલ હોય. આંદોલનનું આહ્વવાન કરનારા સંગઠન ઈચ્છે છે કે એસસી, એસટી અને ઓબીસીના બંધારણીય હકોની સુરક્ષા થાય.
શુ પ્રભાવ પડી શકે
આ આંદોલન રાજકારણ પર ઊંડો પ્રભાવ પાડી શકે છે. આંદોલન સામાજિક ન્યાયના મુદ્દાને ફરીથી કેન્દ્રમાં લાવી શકે છે. મોટા પાયે પ્રદર્શનના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે.
શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ
દુકાનો અને વેપારી પ્રતિષ્ઠાન બંધ રહી શકે છે. જો કે તે સંપૂર્ણ રીતે નિશ્ચિત નથી કારણ કે તમામ વેપારી સંગઠનો બંધનું સમર્થન કરી રહ્યા નથી. બસો, ટ્રેનો વગેરે કેટલાક માર્ગો પર પ્રભાવિત રહી શકે છે. કેટલીક ખાનગી કંપનીઓ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજાઓ રાખી શકે છે. સરકારી ઓફિસો ખુલ્લી રહેશે. બેંકો પણ ખુલ્લી રહેશે. શાળા અને કોલેજો ખુલ્લી રહેશે કે નહીં તેના વિશે સ્પષ્ટ માહિતી નથી. પરંતુ મોટાભાગની શાળાઓ અને કોલેજો ખુલ્લા રહી શકે છે. પેટ્રોલ પંપ, હોસ્પિટલો, અને ચિકિત્સા સંસ્થાન આ બધી સેવાઓ કોઈ પણ વિધ્ન વગર ચાલતા રહેશે.
ઈન્દિરા સાહનીનો મામલો શું હતો
ઈન્દિરા સાહની વિરુદ્ધ ભારત સરકારનો મામલો દેશમાં અનામતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. આ મામલાની 1992માં સુનાવણી થઈ હતી. તેણે ભારતમાં અનામતના સિદ્ધાંતોને પરિભાષિત કર્યા. ઈન્દિરા સાહનીનો મામલો આજે પણ અનામત સંલગ્ન કેસો માટે એક મહત્વપૂર્ણ આધાર ગણાય છે. જો કે આ ચુકાદા બાદ પણ અનામત અંગે ચર્ચા ચાલુ છે.
કેસનું બેકગ્રાઉન્ડ
મંડળ આયોગ- 1979માં ભારત સરકારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતની ભલામણ કરવા માટે મંડળ આયોગની સ્થાપના કરી હતી.
વિવાદ- મંડળ આયોગની ભલામણો પર દેશમાં વ્યાપક વિરોધ થયો. આ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ઈન્દિરા સાહની અને અન્યએ અરજી દાખલ કરી.
કોર્ટનો ચુકાદો- સુપ્રીમ કોર્ટે આ મામલે અનેક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યા.
અનામતની મર્યાદા- કોર્ટે કહ્યું કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં અનામતની કુલ મર્યાદા 50 ટકાથી વધુ હોવી જોઈએ નહીં.
અનામતનો હેતુ- કોર્ટે કહ્યું કે અનામતનો હેતુ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.
અનામતનો આધાર- કોર્ટે કહ્યું કે અનામત ફક્ત સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના આધારે અપાવું જોઈએ.
- અનામતની ક્રમિક સમાપ્તિ- કોર્ટે કહ્યું કે અનામત એક અસ્થાયી ઉપાય છે અને જ્યારે સામાજિક સમાનતાનો લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે તો અનામતને સમાપ્ત કરી દેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે