બ્રાઝિલે Covaxin માટેનો કરાર કર્યો રદ!, જાણો ભારત બાયોટેકે શું કહ્યું?

ભારત બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સીનના બે કરોડ ડોઝ ખરીદવા પર સહમત થયેલી બ્રાઝિલ સરકારે કરારમાં અનિયમિતતાના આરોપ લગાવ્યા બાદ બુધવારે ડીલ સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરી.

બ્રાઝિલે Covaxin માટેનો કરાર કર્યો રદ!, જાણો ભારત બાયોટેકે શું કહ્યું?

હૈદરાબાદ: ભારત બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સીનના બે કરોડ ડોઝ ખરીદવા પર સહમત થયેલી બ્રાઝિલ સરકારે કરારમાં અનિયમિતતાના આરોપ લગાવ્યા બાદ બુધવારે ડીલ સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરી. ત્યારબાદ ભારત બાયોટેકે નિવેદન બહાર પાડ્યું અને આ મામલે સ્પષ્ટતા કરી. 

ખરીદ પ્રક્રિયાને ખોટી રીતે રજુ કરાઈ
ભારત બાયોટેકે નિવેદન બહાર પાડીને કહ્યું કે 'છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન મીડિયામાં કોવેક્સીનની ખરીદ પ્રક્રિયાને ખોટી રીતે રજુ કરાઈ છે. કંપનીએ કહ્યું કે કોવિડ-19 રસીની ખરીદ પ્રક્રિયા એક સામાન્ય પ્રક્રિયાનું પાલન કરે છે, જેનો વ્યાપક રીતે સ્વીકાર કરાય છે.'

શું છે રસી ખરીદીની પ્રક્રિયા
ભારત બાયોટેકે કહ્યું કે દેશની જરૂરિયાતના આધારે કંપનીને ખરીદી માટે MOU મળે છે. કંપની ત્યારે સંબંધિત દેશમાં Emergency Use Authorization (EUA) માટે અરજી કરવા આગળ વધે છે. 

EUA બાદ જ થઈ શકે છે રસીની ખરીદી
કંપનીએ કહ્યું કે એકવાર EUA મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલય (MOH) જરૂરી પ્રારંભિક માત્રાઓ સાથે ખરીદ આદેશ બહાર પાડીને આગળ વધે છે. અનેક દેશોમાં MOH એ રસીની મંજૂરી પહેલા ખરીદીના આદેશ આપ્યા છે. જેમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, યુરોપીયન સંઘ, ભારત, વગેરે સામેલ છે. જો કે રસીની ખરીદી તો EUA બાદ જ થાય છે. 

ઈનવોઈસના આધારે સ્વાસ્થ્ય મંત્રાલય કરે છે પેમેન્ટ
ભારત બાયોટેકે કહ્યું કે કંપની રસીની આપૂર્તિ માટે MOH પાસેથી પ્રો ફાર્મા ઈનવોઈસ મેળવવા માટે આગળ વધે છે. ઈનવોઈસના આધારે એમઓએચ એડવાન્સમાં ચૂકવણી કરે છે. ચૂકવણી મળ્યા બાદ કંપની નિર્ધારિત માત્રા અને નિર્ધારિત સમયમર્યાદાની અંદર આપૂર્તિ કરવા માટે આગળ વધે છે. 

બ્રાઝિલ સાથે પણ ફોલો કરાઈ હતી આખી પ્રોસેસ
કંપનીએ કહ્યું કે બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવેક્સીનની ખરીદીના મામલે નવેમ્બર 2020માં પહેલી બેઠક થઈ હતી અને 29 જૂન 2021 સુધીમાં દરેક સ્ટેપ ફોલો કરાયું હતું. જેને લઈને 4 જૂન 2021ના રોજ EUA મળ્યું. કંપનીએ વધુમાં કહ્યું કે 29 જૂન 2021 સુધી બ્રાઝિલ MOH તરફથી ભારત બાયોટેકને કોઈ એડવાન્સ પેમેન્ટ મળ્યું નથી કે ન તો રસીની આપૂર્તિ કરાઈ છે. કંપનીએ દુનિયાભરના અનેક દેશો સાથે સમાન નિયમોનું પાલન કર્યું છે. 

બ્રાઝિલ માટે કિંમત 15 ડોલર પ્રતિ ડોઝ
ભારત બાયોટેકે કહ્યું કે કોવેક્સીનને અત્યાર સુધીમાં બ્રાઝિલ, ફિલિપાઈન્સ, ઈરાન, મેક્સિકો, વગેરે સહિત 16 દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળેલી છે. દુનિયાભરના 50 દેશોમાં EUA પ્રક્રિયામાં છે. કંપનીએ કહ્યું કે ભારત બહાર અન્ય દેશોની સરકારોને આપૂર્તિ માટે કોવેક્સિનની કિમત 15-20 ડોલર પ્રતિ ડોઝ વચ્ચે સ્પષ્ટ રીતે રાખવામાં આવી છે. બ્રાઝિલ માટે મૂલ્ય નિર્ધારણ પણ 15 ડોલર પ્રતિ  ડોઝ રાખવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news