જાણો PM મોદી-શી જિનપિંગની આજની મુલાકાતનો કાર્યક્રમ, થશે મહત્વની બેઠક
મહાબલીપુરમમાં આજે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહામુલાકાત થઇ હતી
Trending Photos
ચેન્નાઇ : મહાબલિપુરમમાં આજે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહામુલાકાત થઇ. વડાપ્રધાન મોદીની પહેલી ઝલક ત્યારે જોવા મળી, તો તેણે પણ જોયું મોઢામાંથી એટલું જ નિકળ્યું વાહ શું સ્ટાઇલ છે. વડાપ્રધાન મોદીનો આ જ અલગ અંદાજ તેમને બાકી કોઇ પણ વિશ્વ નેતાથી અલગ પાડે છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિનું વેલકમ કર્યું. ચીનના રાષ્ટ્રપતિ અનૌપચારિક શીખર વાર્તામાં ડ્રેસ મુદ્દે ઔપચારિક જ રહ્યા કારણ કે જિનપિંગે સફેદ ફોર્મલ શર્ટ અને બ્લેક પેંટ પહેર્યું હતું.
તો શું 50 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનશે ભારત? આવો છે મોદી સરકારનો પ્લાન
વડાપ્રધાન મોદીએ પહેલા અર્જુન તપસ્થલીમાં ફરતા રહેતા જિનપિંગને સ્થળ અંગેની તમામ માહિતી આપી. ત્યાર બાદ બંન્ને નેતા હરતા ફરતા ચર્ચા કરતા રહ્યા. પંચરથમાં પણ મોદી અને જિનપિંગની ચર્ચા ચાલુ રહી. બંન્ને નેતાઓને ઇંટરપ્રેટર થોડા અંતરે ચાલી રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આગામી કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે ડેલિગેશ લેવલની ચર્ચા થવાની છે. બીજા દિવસના કાર્યક્રમ અનુસાર સવારે 09.50 વાગ્યે તાજ હોટલમાં બંન્ને વચ્ચે પહોંચશે.
રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય
મહાબલીપુરમમાં PM મોદી-જિનપિંગની મુલાકાત, જાણો ચીન કેમ ઇચ્છે છે ભારતનો સાથ ?
10.00 વાગ્યે ચાય પે ચર્ચા થશે. જ્યાં બંન્ને વચ્ચે ઔપચારિક મુલાકાત થશે.
11.45 વાગ્યે બંન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષો વડાપ્રધાન મોદી સાથે લંચ લેશે.
12.45 વાગ્યે ચેન્નાઇ એરપોર્ટ પર જવા માટે રવાના થશે.
13.30 વાગ્યે તેઓ પોતાના પ્લેન પર સવાર થઇને રવાના થશે.
PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
લાંબો સમય આગળ ચાલતા ચાલતા વાતચીત કર્યા બાદ મોદી અને જિનપિંગે બેસીને નારિયેળ પાણી પીધું. બંન્ને નેતાઓની બોડી લેંગવેસ જણાવી રહી હતી કે બંન્ને કેટલા રિલેક્સ હતા. શોર મંદિરનો નજારો અન્ય પણ ભવ્ય હતો, મોદીએ જિનપિંગને મંદિર અંગે માહિતી આપી અને સમગ્ર પરિસરમાં ફેરવ્યા. ત્યાર બાદ બંન્ને દેશોના પ્રતિનિધિમંડળની મુલાકાત થઇ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા.
CM ફડણવીસ દુર્ઘટનાથી માંડ માંડ બચ્યા, કિચડમાં ફસાયું હેલિકોપ્ટર
આ પહેલીવાર નથી, જ્યારે વડાપ્રધાન મોદીએ વિશ્વનાં કોઇ મોટા દેશનાં નેતાઓ ભારત દર્શન કરાવ્યું છે. તે મોદીની કૂટનીતિની સૌથી શાનદાર સ્ટાઇલ છે જેમાં તેઓ વિશ્વનાં નેતાઓનું ભારતની સંસ્કૃતી સાથે પરિચય કરાવે છે અને આ દરમિયાન તેમને ભારતની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ પણ સારી રીતે સમજાવી દે છે અને આ બધુ જ ખુબ જ અનૌપચારિક વાતાવરણમાં થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે