ઇથોપિયાના PMને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર, પાડોશી દેશ સાથે ઉકેલ્યો હતો સીમા વિવાદ
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કુલ 301 ઉમેદવારોની પસંદગી થઇ હતી જેમાંથી 223 વ્યક્તિ અને 78 સંગઠનોનો સમાવેશ થાય છે
Trending Photos
ઓસ્લો : ઇથોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલીને (Abiy Ahmed Ali) પોતાનાં દેશમાં શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ સ્થાપિત કરવાનાં તેમના પ્રયાસો માટે 2019ના નોબેલ શાંતિ પુરસ્કારના (Nobel Peace Prize for 2019) માટે ચૂંટવામાં આવ્યા છે. તેમને ખાસકરીને પાડોશી દેશ ઇરિટ્રિયા સાથે બે દશકથી ચાલી રહેલા સીમા વિવાદને ઉકેલવામાં તેમની નિર્ણાયક પહેલ માટે પુરસ્કાર માચે પસંદગી કરવામાં આવ્યા છે. ઓસ્લોમાં 100માં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી.
રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય
સમાચાર એજન્સી એફેએ નોબેલ સમિતીનાં હવાલાથી કહ્યું કે, તેમના સુધારાઓ માટે અનેક નાગરિકો વચ્ચે સારા જીવન અને સારા ભવિષ્ય માટેની આશા જગાવી હતી. નિવેદન અનુસાર તેમના પ્રયાસોની ઓળખ કરી અને સરાહનાની જરૂર છે. નિવેદન અનુસાર નોબેલ સમિતી આશા કરે છે કે પુરસ્કાર વડાપ્રધાન અબિય અહેમદના શાંતિ અને મેલ મિલાયના પ્રયાસોને મજબુતી પ્રદાન કરશે.
તો શું 50 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનશે ભારત? આવો છે મોદી સરકારનો પ્લાન
અહેમદના એપ્રીલ 2018માં વડાપ્રધાન બન્યા બાદ ઇથોપિયાએ ઇરિટ્રિયાની સાથે શાંતિ સમજુતી કરી હતી. તેમના પ્રયાસ બાદ બંન્ને દેશો વચ્ચે 1998-2000 સીમા યુદ્ધના કારણે ઉત્પન્ન 20 વર્ષીય સૈન્ય ટક્કર સમાપ્ત થઇ ગયું. અહેમદે ઇથોપિયામાં મોટા પ્રમાણમાં ઉદારવાદી સુધારાની શરૂઆત કરી જેણે અગાઉ આ વધારાના નિયંત્રિત દેશમાં હલચલ પેદા કરી દીધી હતી.
I am humbled by the decision of the Norwegian Nobel Committee. My deepest gratitude to all committed and working for peace. This award is for Ethiopia and the African continent. We shall prosper in peace!
— Abiy Ahmed Ali (@AbiyAhmedAli) October 11, 2019
મહાબલીપુરમમાં PM મોદી-જિનપિંગની મુલાકાત, જાણો ચીન કેમ ઇચ્છે છે ભારતનો સાથ ?
તેમણે હજારો વિપક્ષી કાર્યકર્તાઓને આઝાદ કરી દીધા અને નિર્વાસિત અસંતુષ્ટોને દેશ આવવાની પરવાનગી આપી. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કુલ 301 ઉમેદવારોની પસંદગી થઇ હતી. જેમાં 223 વ્યક્તિ અને 78 સંગઠનોનો સમાવેશ થાય છે. તેમને પુરસ્કાર તરીકે ડિસેમ્બરમાં ઓસ્લોમાં 90 લાખ સ્વીડિશ ક્રાઉન (9 લાખ ડોલર) આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે