Bharat Jodo Yatra વચ્ચે કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીની મોટી રેલી, તમામ મોટા નેતા લેશે ભાગ

Congress Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે શરૂ થઇ હતી અને શનિવારે યાત્રાનો 38મો દિવસ છે. આ રેલીમાં અશોક ગેહલોત અને ભૂપેશ બધેલ પણ સામેલ થશે. 

Bharat Jodo Yatra વચ્ચે કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીની મોટી રેલી, તમામ મોટા નેતા લેશે ભાગ

Congress Rally in Karnataka: કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન કર્ણાટકના બેલ્લારીમાં શનિવારે (15 ઓક્ટોબર) ના રોજ કોંગ્રેસની મોટી રેલી યોજાવવા જઇ રહી છે. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) એક હજાર કિલોમીટરનું અંતર પુરૂ કરી ચૂકી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)  'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) માં લગભગ 1000 કિમીનું અંતર પુરૂ કર્યા બાદ શનિવારે બેલ્લારીમાં વિશાળ રેલી (Congress Rally in Ballari) ને સંબોધિત કરશે. 

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે શરૂ થઇ હતી અને શનિવારે યાત્રાનો 38મો દિવસ છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સહિત પાર્ટીના અન્ય નેતાઓએ કુલ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. 

બેલ્લારીમાં કોંગ્રેસની મોટી રેલી 
'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra) માં એક હજાર કિલોમીટર અંતર પુરૂ કર્યા બાદ કોંગ્રેસ કર્ણાટકના બેલ્લારીમાં રેલી આયોજિત કરી રહી છે. આ રેલીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સંબોધિત કરશે. રેલીમાં રાજસ્થાનના અશોક ગેહલોત (Ashok Gehlot) અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ (Bhupesh Baghel) પણ સામેલ થશે. તેમાં ઘણા પ્રદેશોના અધ્યક્ષ અને ધારાસભ્ય અને નેતાઓ પણ ભાગ લેશે. 

કોંગ્રેસનો ગઢ રહ્યું છે બેલ્લારી
આ સાથે જ 18 ઓક્ટોબરના રોજ યાત્રા આંધ્ર પ્રદેશમાં પ્રવેશ કરશે. બેલ્લારીમાં થનાર રેલી એટલા માટે મહત્વપૂર્ણ થઇ જાય છે કારણ કે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહી ચૂક્યો છે. શનિઆરે બપોરે 2 વાગ્યાથી રેલી છે. રાહુલ ગાંધી 4 વાગે જનસભાને સંબોધિત કરશે. તમિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે 38મો દિવસ છે. 

ભાજપે બહરત જોડો યાત્રા પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રા અત્યાર સુધી તમિલનાડુ, કેરલને કવર કરી ચૂકી છે. હાલ કર્ણાટકના બેલ્લારીમાં છે. રાહુલની ભારત જોડો યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ પાર્ટી ઉત્સાહથી ભાગ લઇ રહી છે. ભાજપના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ નેતા અને કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા કોઇ ઔચિત્ય નથી, ભાઇ એકલા ચાલી રહ્યા છે, બહેનનું પત્તુ કાપી નાખ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news