Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓની કરી જાહેરાત, નવી ટીમમાંથી ગુજરાતની બાદબાકી

BJP Central Office Bearers List: ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય અનેક દિગ્ગજ નેતાઓ પણ આ યાદીમાં સામેલ છે. અત્રે જણાવવાનું કે 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ છે.

 Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓની કરી જાહેરાત, નવી ટીમમાંથી ગુજરાતની બાદબાકી

BJP Central Office Bearers List: ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય અનેક દિગ્ગજ નેતાઓ પણ આ યાદીમાં સામેલ છે. અત્રે જણાવવાનું કે 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ છે. 13 રાષ્ટ્રીય સાચીવોની પણ નવી નિમણૂક કરવામાં આવી છે. સંજય બંદીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા તેલંગણાના અધ્યક્ષ હતા. તેમને હટાવીને કિશન રેડ્ડીને તેલંગણાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કેરળના અનિલ એન્ટોનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ એ કે એન્ટોનીના પુત્ર છે. રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત રાધામોહન અગ્રવાલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા. 

આ 13 દિગ્ગજ બન્યા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
ભાજપે છત્તીસગઢના  પૂર્વ સીએમ અને ધારાસભ્ય રમણ સિંહ, સાંસદ સરોજ પાંડે તથા લતા ઉસેન્ડી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ધારાસભ્ય વસુંધરા રાજે, ઝારખંડથી રઘુબર દાસ, મધ્ય પ્રદેશથી સૌદાન સિંહ,  ઉત્તર પ્રદેશથી સાંસદ લક્ષ્મીકાંત બાજપેયી, સાંસદ  રેખા વર્મા, અને વિધાન પરિષદ સભ્ય તારિક મન્સૂર, ઓડિશાથી બૈજયંત પાંડા, તેલંગણાથી ડી કે અરુણા, નાગાલેન્ડથી એમ ચૌબા એઓ અને કેરળથી  અબ્દુલ્લા કુટ્ઠીને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવેલા પ્રોફેસર તારિક મન્સૂર AMU ના વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે. 

આ બન્યા રાષ્ટ્રીય મહામંત્રી
યુપીથી સાંસદ અરુણ સિંહ, સાંસદ રાધામોહન અગ્રવાલ, મધ્ય પ્રદેશથી કૈલાશ વિજયવર્ગીય, દિલ્હીથી દુષ્યંતકુમાર ગૌતમ, રાજસ્થાનથી સુનીલ બંસલ, મહારાષ્ટ્રથી વિનોદ તાવડે, પંજાબથી તરુણ ચુગ, તેલંગણાથી સાંસદ સંજય બંદીને રાષ્ટ્રીય મહામંત્રી  બનાવવામાં આવ્યા છે. અને બી આર સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. શિવ પ્રકાશ સહ સંગઠન મહામંત્રી બનશે. 

— BJP (@BJP4India) July 29, 2023

આ બન્યા રાષ્ટ્રીય સચિવ
મહારાષ્ટ્રથી વિજયા રાહટકર, આંધ્ર પ્રદેશથી સત્યાકુમાર, દિલ્હીથી અરવિંદ મેનન, મહારાષ્ટ્રથી પંકજા મુંડે, પંજાબથી નરેન્દ્રસિંહ રૈના, રાજસ્થાનથી ડો.અલકા ગુર્જર, પશ્ચિમ બંગાળથી અનુપમ હાજરા, મધ્ય પ્રદેશથી ઓમપ્રકાશ ધુર્વે, બિહારથી ઋતુરાજ સિંહા, ઝારખંડથી આશા લાકડા, અસમથી સાંસદ કામખ્યા પ્રસાદ તાસા, ઉત્તર પ્રદેશથી સાંસદ સુરેન્દ્ર સિંહ નાગર, કેરળથી અનિલ એન્ટનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે યુપીથી રાજેશ અગ્રવાલને કોષાધ્યક્ષ અને ઉત્તરાખંડથી નરેશ બંસલને સહકોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 

ગુજરાતના આ નેતાની થઈ બાદબાકી, હવે કોઈ નહીં
રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી બે બે નેતાઓની છૂટ્ટી કરાઈ છે. કર્ણાટકમાં પોતાની જ ચૂંટણી હારનારા સીટી રવિની મહાસચિવ પદેથી છૂટ્ટી થઈ છે. જ્યારે અસમના ભાજપ સાંસદ દિલીપ સૈકિયાની પણ મહાસચિવ પદેથી હકાલપટ્ટી થઈ છે. આ સાથે જ રાષ્ટ્રીય સચિવ પદેથી હરીશ દ્વિવેદી હટાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ પદે રહેલા દિલીપ ઘોષ અને ગુજરાતથી ભારતીબેન શિયાળને નવી ટીમમાં સામેલ કરાયા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news