લોકસભા પેટાચૂંટણીઃ આઝમગઢથી ભાજપે 'નિરહુઆ'ને આપી ટિકિટ, રામપુર સીટ માટે પણ ઉમેદવાર જાહેર

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની બે લોકસભા અને અન્ય રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. 

લોકસભા પેટાચૂંટણીઃ આઝમગઢથી ભાજપે 'નિરહુઆ'ને આપી ટિકિટ, રામપુર સીટ માટે પણ ઉમેદવાર જાહેર

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા અને વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ'ને ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ લાલ યાદવને આઝમગઢ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તો રામપુર લોકસભા સીટ પરથી ભાજપે ધનશ્યામ લોધીને ટિકિટ આપી છે. 

ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભાની પેટાચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રદેશના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બોરદોવલીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. અગરતલાથી ડો. અશોક સિન્હાને ટિકિટ આપવામાં આવી છે. સુરમાથી સ્વપ્ન દાસ પોલ ચૂંટણી લડશે. આ સિવાય જુબરાજનગરથી માલિના દેબનાથને ટિકિટ મળી છે. 

Ghanshyam Lodhi and Dinesh Lal Yadav to contest from Uttar Pradesh, CM Manik Saha from Tripura, Rajesh Bhatia from Delhi and Gangotri Kujur from Jharkhand. pic.twitter.com/kbmmbbv48N

— ANI (@ANI) June 4, 2022

તો આંધ્ર પ્રદેશના આત્મકૂર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ગુંદલપલ્લી ભરત કુમાર યાદવને ટિકિટ આપી છે. આ સિવાય દિલ્હીના રાજિન્દર નગર સીટથી રાજેશ ભાટિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઝારંખડની મંદર વિધાનસભા પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે ગંગોત્રી કુજુરને ટિકિટ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news