વડોદરા-આણંદના 6 ગુજરાતીઓ દુબઈમાં નોકરી કરવા ગયા અને ફસાયા, મદદ માટે અપીલ
નોકરી આપવાના બહાને એજન્ટોએ પડાવ્યા લાખો રૂપિયા... દુબઈ પહોંચ્યા બાદ 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ :નોકરીની લાલચે દુબઈ ગયેલા 6 ગુજરાતી ફસાયા છે. લાખો રૂપિયા આપી શારજાહ પહોંચ્યા બાદ એજન્ટોએ હાથ અધ્ધર કરી દીધા છે. ત્યારે ખંભાત અને પેટલાદના લોકોએ મદદ માટે સરકારને અપીલ કરી છે. દુબઈ પહોંચ્યા બાદ 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આ તમામ લોકોએ એજન્ટની દાદાગીરીનો એક વીડિયો પણ શેર કર્યો છે.
વિદેશ નોકરી કરવાના ખ્બાવ દેખાડતા અને એજન્ટની લોભામણી લાલચમાં આવી જતા લોકોએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમા વિદેશ જવાની લ્હાયમાં વધુને વધુ લોકો એજન્ટનો શિકાર બનીને ફસાઈ રહ્યાં છે. ત્યારે દુબઇના શારજહામાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. દુબઈના શારજહામાં 6 ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં 5 યુવકો અને 1 મહિલા સામેલ છે.
એજન્ટ થકી રોજગારી મેળવવા આ યુવકો દુબઇ ગયા હતા. ત્યારે દુબઇ પહોંચી 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઈ રહ્યું છે. નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. ખંભાતના જલસણ તેમજ પેટલાદના એજન્ટોએ 5 યુવક અને 1 મહિલાને દુબઈ મોકલ્યા હતા. જલસણના પરેશ પટેલ નામના એજન્ટે 5 યુવક અને એક મહિલાને કામ અર્થે શારજહા બોલાવીને રઝળતા છોડી દીધા છે. શારજહા મોકલ્યા બાદ એજન્ટે હાથ અધ્ધર કર્યા હતા. ત્યારે હાલ પાંચ યુવક અને એક મહિલાની સ્થિતિ દયનીય બની છે.
દુબઈમાં ફસાયેલ યુવક તેમજ યુવતીએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. સાથે જ તેણે વીડિયો વાયરલ કરીને પોતાની આપવીતી જણાવી છે. યુવકે વીડિયોમાં મદદ માંગતા કહ્યુ કે, સચીન પટેલ, પરેશ પટેલ, સાધના પરેશ પટેલે ઈન્ડિયામાં કોન્ટેક્ટ કરીને યુએઈ બોલાવ્યા હતા. મારી પત્નીને પણ બોલાવી હતી. તમે સાથે આવો તો જ નોકરી આપીશ. મારો પાસપોર્ટ લઈને મને દબાવી રાખ્યો. અમે આવ્યા તો અમને અહીથી કાઢી મૂક્યા. હાલ સ્થિતિ એવી છે કે, અમે ક્યારેક ગાર્ડનમાં સૂઈ જઈએ છીએ, અને ક્યારેક કોઈ ફ્રેન્ડના ઘરે સૂઈ જઈએ છીએ. યુએઈ સરકાર મારી હેલ્પ કરે તેવી મારી ઈચ્છા છે. પ્લીઝ, હેલ્પ મી.
આ પણ વાંચો : નાપાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહિ બગડે, ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે લેવાયો મોટો નિર્ણય
તો યુવકે એજન્ટ સાથેની વાતચીતનો પણ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં એજન્ટ કહી રહ્યો છે કે, તારે કેસ કરવો હોય તો કરી શકે છે. આ વિશે સ્થાનિક ધારાસભ્ય મયુર રાવલે કહ્યુ કે, આવી રીતે અનેક લોકો બોગસ એજન્ટના માધ્યમથી દૂબઈમાં ફસાયા છે. હુ આ મામલે આણંદ કલેક્ટરનો સંપર્ક કરીશ, ફસાયેલા લોકોને પરત લાવવા હું મદદ કરીશું. લોકોના ફસાવનારા એજન્ટો કેટલા છે તે યાદી મેળવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીશ.
આમ, દુબઈમાં ફસાયા બાદ યુવકોએ ભારત પરત આવવા મદદની માંગ કરી છે. તેમના પરિવારજનો દ્વારા સરકારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે