Bihar Bypoll Results 2018 : જહાનાબાદમાં JDU-BJP ભારે પડ્યો તેજસ્વી યાદવ, RJDનો વિજય
જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવ 46436 મતની સાથે આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બપોરે 3.30 કલાકે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ અને વિજય આરજેડીનો થયો.
- આરજેડીના ખાતામાં ગઈ જહાનાબાદ વિધાનસભા સીટ
- આરજેડીના કુમાર કૃષ્ણ મોહન 35036 મતોથી જીત્યા
- J&Kના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ આપી શુભેચ્છા
Trending Photos
પટનાઃ બિહારમાં પેટાચૂંટણીની મતગણના જારી છે. અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ પ્રમાણે, અરરિયા લોલસભા સીટ પર આરજેડી અને ભભુઆ વિધાનસભા સીટ પર બીજેપી લીડ કરી રહી છે. જ્યારે જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીને જીત મળી છે. જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવ 46436 મતની સાથે આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બપોરે 3.30 કલાકે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે આરજેડીના ઉમેદવાર કુમાર કૃષ્ણ મોહને 35036 મતોથી વિજય મેળવ્યો.
ઉમર અબ્દુલ્લાએ આપી શુભેચ્છા
જહાનાબાદમાં આરજેડીની જીતની જાહેરાત બાદ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને તેજસ્વી યાદવ અને મીસા ભારતીને શુભેચ્છા આપી. સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં મુલાકાતનો ઉલ્લેખ કરતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું, આજની પેટાચૂંટણીના પરિણામો બાદ તેજસ્વી યાદવ અને મીસા ભારતીને ખુબ ખુબ શુભેચ્છાઓ. ગત રાત્રે ડિનર પાર્ટીમાં તમારી સાથે મુલાકાત કરીને સારૂ લાગ્યું હતું.
Congratulations to @yadavtejashwi & @MisaBharti for a great result today. It was wonderful to meet both of you at the dinner last night.
— Omar Abdullah (@OmarAbdullah) March 14, 2018
જીત પહેલા તેજસ્વીએ પણ કર્યું ટ્વીટ
ટ્રેન્ડ બાદ આરજેડી નેતા અને લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું, અરરિયામાં 10માં રાઉન્ડના કાઉન્ટિંગ બાદ પણ સંચાલકો માત્ર ત્રીજા રાઉન્ડની ગણતરીનું પરિણામ દેખાડી રહ્યાં છે. તેજસ્વીએ લખ્યું, આખરે પ્રસાશન ક્યાં સુદી બીજેપીની હારને છુપાવશે.
તેજસ્વીના નેતૃત્વમાં જીતઃ સુબોધ રોય
જહાનાબાદ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ રાજદ નેતા સુબોધ રાયે તેજસ્વી યાદવના નેતૃત્વની જીત ગણાવી. તેણે કહ્યું, જહાનાબાદ પેટાચૂંટણીની જીત તેજસ્વી યાદવના નેતૃત્વની જીત છે. સુબોધ રાયે કહ્યું, જનતાએ નીતિશને આપ્યો જવાબ, બિહારની જનતાએ મન બનાવી લીધું છે, 2019મા દેશમાં પણ થશે પરિવર્તન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે