દિલ્હી સરકારે રચ્યું લૉકડાઉન તોડવાનું ષડયંત્ર? રાજકીય વર્તુળોમાં શાબ્દિક જંગ શરૂ
દિલ્હી બોર્ડર પર શનિવારે લોકોની એવી ભીડ જોવા મળી હતી. તેનાથી સવાલ ઉઠી રહ્યો છે કે શું લૉકડાઉનના ધજાગરૂ ઉડાવવા પાછળ કોનો હાથ રહ્યો. બિહાર સરકારના મંત્રીઓએ આ માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી છે.
Trending Photos
પટનાઃ લૉકડાઉન બાદ બનેલી સ્થિતિને લઈને રાજનીતિ અને શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે. બિહાર સરકારના મંત્રી જય કુમાર સિંહે દિલ્હીથી પૂર્વાંચલવાસિઓના પલાયન માટે દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો છે. તો બિહારના જલ સંસાધન મંત્રી સંજય ઝાએ પલાયનને લૉકડાઉન ફેલ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું, સવાલ તે છે કે શું બિહાર અને ઉત્તર પ્રદેશ એટલે કે પૂર્વાંચલવાસીઓનો ઉપયોગ અરવિંદ કેજરીવાલે માત્ર વોટ લેવા માટે કર્યો, જ્યારે સંકટનો સમય આવ્યો તો પારકી થઈ ગઈ દિલ્હી સરકાર? તો ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું, જો દિલ્બી નહીં બચશે તો જૂઠ ક્યાં બચશે?
બિહારના મંત્રી સંજય ઝાએ ગણાવ્યું ષડયંત્ર
જલ સંસાધન મંત્રી સંજય ઝાએ તેને દિલ્હી સરકારનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, નીતીશ સરકારે લૉકડાઉનના પ્રથમ દિવસે જ તમામ વ્યવસ્થા કરી દીધી હતી. બિહાર સરકારે તેના માટે 100 કરોડ રૂપિયાની રકમ પણ જાહેર કરી હતી. સંજય ઝાએ તે પણ જણાવ્યું કે તેમને લોકોએ જણાવ્યું કે, દિલ્હીમાં તેમના ઘરના લાઇટ-પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા, તેમને કહેવામાં આવ્યું કે, લ઼ૉકડાઉન ત્રણ મહિના સુદી રહેશે. બિહાર સરકારના મંત્રી સંજય ઝાએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા લૉકડાઉનને ફેલ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડો, સંબંધો મજબૂત કરવાનો સમય
બિહાર સરકારે સરહદી વિસ્તારમાં કરી વ્યવસ્થા
બિહાર સરકારના મંત્રી સંજય ઝાએ જણાવ્યું કે, નીતીશ સરકારે હવે તે નિર્ણય લીધો છે કે પલાયન કરી પરત આવી રહેલા લોકો માટે સરહદ પર ટેન્ટ બનાવવામાં આવશે. ત્યાં પહોંચનાર લોકોની ખાવા-પીવાની વ્યવસ્થાની સાથે તેના સ્વાસ્થ્યની તપાસ બિહાર સરકાર પોતાના ખર્ચ પર કરશે. તેમણે કહ્યું કે, આ કાર્ય માટે જો વધારે રકમની જરૂર પડશે તો સરકાર પાછળ હટશે નહીં. સરહદી વિસ્તારોમાં ટેન્ટ બનાવીને લોકોને 14 દિવસ સુધી રાખવામાં આવશે. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી ઘરે મોકલવામાં આવશે.
મંત્રી જય કુમાર સિંહે દિલ્હી સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા
બિહાર સરકારના વધુ એક મંત્રી જય કુમાર સિંહે દિલ્હીની કેજરીવાલ સરકાર પર આરોપ લગાવ્યો કે તેમણે દિલ્હીમાં લૉકડાઉન છતાં બિહાર અને યૂપીના લોકોને પલાયન માટે દિલ્હી સરકારને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું કે, તેમના વિસ્તારના ઘણા લોકોએ ફોન કરીને જણાવ્યું કે, તેમના લાઇટ પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. જેથી તે દિલ્હીમાં રહી શકે નહીં. કારણ કે પૈસા અને જમવાનો સામાન પૂરો થઈ ગયો છે.
ગંભીરે લગાવ્યો રાજનીતિનો આરોપ
પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાસંદ ગૌતમ ગંભીરે પણ 1.5 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે પરંતુ તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ગંભીરે ટ્વીટ કર્યું, દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને બીજા પર આરોપ લગાવવા માટે ચૂંટ્યા છે શું? આ સ્થિતિમાં પણ તમામ જવાબદારી પીએમ અને અન્ય રાજ્યોના સીએમ પર મુકી! 500 કરોડના જાહેરાતના બજેટમાં 2 લાખ લોકોનું જમવાનું આવી જશે. જો દિલ્હી નહીં રહી તો ક્યાં વેંચશો તમારા જૂઠને?
શનિવારેની સવારે દિલ્હીના રસ્તા પર જે પલાયનનો નજારો જોવા મળ્યો હતો. મોડી રાત સુધી આનંદ વિહાર સ્ટેશન અને દિલ્હીની સરહદ પર આવેલા ગાઝિયાબાદ સ્ટેશન પર બજારો લોકોની ભયાનક તસવીર બની ગઈ હતી. સોશિયલ ડિસ્ટેન્સિંગના તો ધજાગરા કરવામાં આવ્યા હતા. તો લૉકડાઉનનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. આ ભીડને જોઈને દેશભરમાં હડકંપ મચી ગયો હતો
આપ નેતા વિરુદ્ધ FIR
બીજીતરફ આદ પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચડ્ઢાએ આ સ્થિતિ માટે યૂપીના મુખ્યમંત્રીને દોષી ગણાવતા ટ્વીટ કર્યું હતું. બાદમાં તેમણે પોતાનું ટ્વીટ હટાવી દીધું હતું. પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે શનિવારની તસવીર જોઈએ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે