કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયેલા પોલીસ અંગે તેમના DIGએ હૃદય સ્પર્શી જાય તેવો જવાબ આપ્યો

20 સેકન્ડના વીડિયોમાં અનેક પોલીસવાળા નસકોરા બોલાવતા દેખાયા. સ્પષ્ટ છે કે, આ લોકોને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા નબાવી રાખવાની કોઈ ચિંતા નથી

Updated By: Oct 16, 2018, 06:09 PM IST
કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયેલા પોલીસ અંગે તેમના DIGએ હૃદય સ્પર્શી જાય તેવો જવાબ આપ્યો

બિહાર પોલીસની મહત્વપૂર્ણ બ્રીફિંગ દરમિયાન ઊંઘી રહેલા પોલીસ અધિકારીઓનો વીડિયો વાઈરલ થયો હતો. જેના બાદ હવે તેમના ઉપરી અધિકારીએ સ્પષ્ટતા કરી છે. પટના સેન્ટ્રલ રેન્જના ડીઆઈજી રાજેશ કુમારે કહ્યું કે, વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ઊંઘતા દેખાતા પોલીસ કર્મચારીઓ નાઈટ ડ્યુટી બાદ થાકેલા હતા. તેમણે સતત 24 કલાક ડ્યુટી કરી હતી. તેથી તેમની કોઈ ભૂલ નથી. આખરે તેઓ પણ માણસ છે. તેથી શક્ય છે કે, બેઠકની વચ્ચે તેમને થોડા સમય માટે ઊંઘ આવી ગઈ હોય.

ઉલ્લેખનીય છે કે, સોમવારે પટનાના બાપુ સભાગારમાં પોલીસ અને મેનેજમેન્ટ અધિકારીઓની વચ્ચે મહત્વપૂર્ણ બ્રીફિંગ આયોજિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં પટનાના કમિશનર, ડીઆઈજીથી તથા તમામ સિટી એસપી મોજૂદ હતા. આ બેઠકમાં દુર્ગા પૂજા અને દશેરાની દરમિયાન પટનામાં લો એન્ડ ઓર્ડરને બનાવી રાખવા પર ચર્ચા થઈ હતી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે આ મહત્વની બેઠકમાં અનેક પોલીસવાળા ઊંઘતા ઝડપાયા હતા. બિહાર પોલીસા ઊંઘતા દેખાયેલા અધિકારીઓ કેમેરામાં કેદ થયા હતા, અને આ વીડિયો તેજીથી વાઈરલ થયો હતો.

20 સેકન્ડના વીડિયોમાં અનેક પોલીસવાળા નસકોરા બોલાવતા દેખાયા. સ્પષ્ટ છે કે, આ લોકોને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા નબાવી રાખવાની કોઈ ચિંતા નથી. ગંભીર પરિસ્થિતિમાં પોલીસે કેવી રીતે લડવું તેની બ્રીફિંગ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. ત્યારે વીડિયો વાઈરલ થયા બાદ બિહાર પોલીસની ભરપૂર નિંદા થઈ હતી. જોકે, બીજી તરફ, ડીઆઈજીએ પોતાના અધિકારીઓએ હૃદયસ્પર્શી જાય તેવી વાત કહી હતી. 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ ઊત્તર પોલીસ પણ સોશિયલ મીડિયા પર અડફેટે ચઢી હતી. જેમાં લૂંટારુઓને પકડવાના સમયે તેમની રિવોલ્વર ચાલુ ન થતા, તેમને મોઢેથી ઢાય-ઢાય અવાજ કાઢવો પડ્યો હતો. આ શરમજનક વાતની સોશિયલ મીડિયા પર ભદ્દી મજાક ઉડી હતી.