નીતિશકુમાર રાજીનામું આપે તો કેવી રીતે બનશે નવી સરકાર? જાણો શું છે પરિસ્થિતિ અને સમજો નંબર ગેમ

 જેમ જેમ નીતિશકુમારનું મૌન લંબાઈ રહ્યું છે તેમ લાલુ જૂથમાં બેચની અને ભાજપમાં ઉત્સાહ વધી રહ્યો છે. બિહારની તાજા સ્થિતિ પર દરેક પક્ષની નજર છે. જો નીતિશકુમારે રાજીનામું આપી દીધુ તો નવી સરકાર  કેવી રીતે બનશે અને વિધાનસભાનું ગણિત શું છે? ચાલો જાણીએ. 

નીતિશકુમાર રાજીનામું આપે તો કેવી રીતે બનશે નવી સરકાર? જાણો શું છે પરિસ્થિતિ અને સમજો નંબર ગેમ

બિહારમાં હાલ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ મચેલી છે. બિહારમાં સાથી બદલાયા કરે છે પણ સીએમ નહીં. કારણ કે સીએમ નીતિશકુમાર જ જોવા મળે છે. હવે નીતિશકુમારે એકવાર ફરીથી બિહારના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. નીતિશકુમારે જેડીયુની બેઠક બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ આરજેડી સાથે છેડો ફાડીને એનડીએમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં તેઓ એકવાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ શકે છે. પરંતુ બદલાયેલા સાથી સાથે. જેને લઈને હાલ બિહારના રાજકારણમાં ખુબ ગરમાવો છે. આ બધા વચ્ચે આરજેડીનો દાવો છે કે સરળતાથી તખ્તાપલટ થઈ શકશે નહીં. ભાજપ પણ હાલ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. 

નીતિશે રાજીનામું આપ્યું તો કેવી રીતે બનશે નવી સરકાર
નીતિશકુમાર પોતાની પ્રકૃતિનું પાલન કરતા હવે વળી પાછા ભાજપના પડખે જઈ રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે  ખુદ નીતિશકુમાર કે તેમના અંગત સાથીઓ તેના પર ચુપ્પી સાધીને બેઠા છે. જેમ જેમ નીતિશકુમારનું મૌન લંબાઈ રહ્યું છે તેમ લાલુ જૂથમાં બેચની અને ભાજપમાં ઉત્સાહ વધી રહ્યો છે. બિહારની તાજા સ્થિતિ પર દરેક પક્ષની નજર છે. જો નીતિશકુમારે રાજીનામું આપી દીધુ તો નવી સરકાર  કેવી રીતે બનશે અને વિધાનસભાનું ગણિત શું છે? ચાલો જાણીએ. 

સમજો નંબર ગેમ
નીતિશકુમારના રાજીનામા બાદ અને જેડીયુ વગર મહાગઠબંધન પાસે 115 વિધાયક રહેશે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, લેફ્ટના 16 વિધાયકો સામેલ છે. આ ઉપરાંત ઓવૈસીની પાર્ટીના પણ એક વિધાયકનું મહાગઠબંધનને સમર્થન છે. જ્યારે નીતિશ જો એનડીએમાં જતા રહે તો ત્યારબાદ કુલ 128 વિધાયક થશે. જેમાં ભાજપના 78, જેડીયુના 45, HAM ના 4 ધારાસભ્ય છે. આ ઉપરાંત એક અપક્ષ ધારાસભ્યનું પણ સમર્થન નીતિશકુમાર પાસે છે. અત્રે જણાવવાનું કે 243 સભ્યોવાળી વિધાનસભામાં બહુમતનો આંકડો 122 છે. 

નીતિશકુમારના સંપર્કમાં કોંગ્રેસના આટલા ધારાસભ્યો?
આ સાથે જ એવી પણ જાણકારી સામે આવી રહી છે કે કોંગ્રેસના 19માંથી 13 ધારાસભ્યોના ફોન બંધ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ બધા મુખ્યમંત્રી નીતિશકુમારના સંપર્કમાં છે. ત્યારબાદ બિહારની રાજકીય ઉથલપાથલમાં સાઈલેન્ટ મોડમાં બેઠેલી કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે. પરંતુ આ બધા વચ્ચે પાર્ટીએ તેને પાયાવિહોણી વાતો પણ ગણાવી છે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી, નીતિશને મનાવવા માટે આગળ આવી શકે છે. પરંતુ તેમનો સંપર્ક થઈ શકતો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને સોનિયા ગાંધીએ ગુરુવારે નીતિશકુમાર સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેઓ ઉપલબ્ધ નહતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news