Bihar Political Crisis: નીતિશકુમાર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો કટાક્ષ, આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્ર બાદ બિહારમાં સરકાર બદલાઈ ગઈ. ફરક એટલો કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં આવ્યું અને બિહારમાં ભાજપ સત્તામાંથી બહાર ગયું. જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખતા બિહારમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. આ સમગ્ર મામલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં બિહારમાં રાજકીય અસ્થિરતાનો દોર 2012-13થી ચાલ્યો છે, અને આ પણ તે દિશામાં એક પગલું છે.

Bihar Political Crisis: નીતિશકુમાર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો કટાક્ષ, આપ્યું આ નિવેદન

Prashant Kishor On Nitish Kumar: મહારાષ્ટ્ર બાદ બિહારમાં સરકાર બદલાઈ ગઈ. ફરક એટલો કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં આવ્યું અને બિહારમાં ભાજપ સત્તામાંથી બહાર ગયું. જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખતા બિહારમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. આ સમગ્ર મામલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં બિહારમાં રાજકીય અસ્થિરતાનો દોર 2012-13થી ચાલ્યો છે, અને આ પણ તે દિશામાં એક પગલું છે. નીતિશકુમાર પર કટાક્ષ કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે 10 વર્ષમાં આ તેમનો 10મો પ્રયોગ છે. તેમની છબી ઘણી બદલાઈ છે. હું તે દ્રષ્ટિકોણથી તેને જોઉ છું. નીતિશકુમાર થોડીવારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. 

2017 બાદ નીતિશ સહજ જોવા મળ્યા નથી
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે એવા રિપોર્ટ્સ હતા કે નીતિશકુમાર નારાજ છે, તેમનો ભાજપ સાથે મેળ જામી રહ્યો નથી તો શું આ ફક્ત નારાજગી હતી કે સ્ક્રિપ્ટ પહેલા લખાઈ ચૂકી હતી? જેના પર તેમણે જવાબ આપતા કહ્યું કે નારાજગીની વાત જ નથી. મને જ્યાં સુધી લાગે છે 2017 બાદ જે ફોર્મેશનમાં નીતિશકુમાર હતા, તેમાં તેઓ મને ક્યારેય સહજ લાગ્યા નથી. લોકોની સામે ભલે પોઝિશનિંગ ગમે તે હોય પરંતુ જે પ્રકારનું કમ્ફર્ટ ભાજપ અને જેડીયુ વચ્ચે વર્ષ 2005 અને 2012-13 વચ્ચે રહ્યું તેવું 2017થી 2022 સુધી જોવા મળ્યું નથી. 

તેમણે એમ પણ કહ્યું કે નીતિશકુમારની સ્થિતિ ઘણી બદલાઈ છે. જે લોકો એવી સમીક્ષા કરી રહ્યા છે કે તેનાથી તેમની રાજનીતિક કરિયર અને વિશ્વસનીયતા પર અસર નહીં પડે તો તેવું નથી. 2010માં નીતિશકુમારની પાર્ટીના ધારાસભ્ય 117થી વધુ હતા. જે ઘટીને 72 થઈ ગઆ અને હવે સંખ્યા 43ની આસપાસ છે તો તેની અસર તો પડે જ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સાડા ત્રણ વર્ષ ચાલવી જોઈએ. 

નવી સરકારે એજન્ડા બતાવવો જોઈએ
નવી સરકારને સલાહ આપતા પીકેએ કહ્યું કે તેમણે જણાવવું જોઈએ કે આ સરકાર કયા એજન્ડા, કયા ઘોષણાપત્ર હેઠળ ચાલશે કારણ કે ગત ચૂંટણી તેમણે 7 નિશ્ચિય પાર્ટ 2 પર લડી હતી. આરજેડીએ પણ ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. આવામાં જ્યારે બે પાર્ટીઓ સાથે આવી રહી છે તો તેમણે જણાવવું જોઈએ કે તેઓ કયા મુદ્દાઓ પર કામ કરશે. 

જો કામ થશે તો જનતાને ફરક નહીં પડે
શું જનતા સાથે અન્યાય થયો? તેના પર પીકેએ કહ્યું કે નેતા પક્ષ બદલે કે ન બદલે પરંતુ લોકોને તેમના પ્રમાણે બધુ મળે તો તેમને કશો ફરક પડતો નથી. બની શકે કે કોઈની દ્રષ્ટિમાં આ પગલું નૈતિક રીતે યોગ્ય હોય કે ન હોય પરંતુ જનતાને તો તેની સાથે મતલબ છે કે જમીન પર કામ થઈ રહ્યુ છે કે નહીં. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રશાંત કિશોર છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં શું કરી રહ્યા છે? તો તેમણે જવાબ આપતા કહ્યું કે મે 2 મેના રોજ જાહેરાત કરી હતી. મારું એક અભિયાન શરૂ કર્યું છે. જે હેઠળ બિહારના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન રહેશે. આવનારા કેટલાક મહિનાઓ અને વર્ષો માટે તે દિશામાં લાગેલા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news