Bijapur Encounter: 5 જવાન શહીદ, 10 નક્સલી ઢેર, રેસ્ક્યૂમાં લાગ્યા વાયુસેનાના હેલિકોપ્ટર

બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જગરગુંડા થાના ક્ષેત્ર અંતર્ગત જોનાગુડા ગામ નજીક નક્સલીઓની પીએલજીએ બટાલિયન અને તર્મેમના સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અથડામણ ત્રણ કલાક ચાલી હતી. 
 

Bijapur Encounter: 5 જવાન શહીદ, 10 નક્સલી ઢેર, રેસ્ક્યૂમાં લાગ્યા વાયુસેનાના હેલિકોપ્ટર

રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. શહીદ થનારા જવાનોમાં DRG ના 3 અને CRPF ના બે જવાન સામેલ છે. પોલીસ અધિકારીઓ પ્રમાણે સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે. રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે તેની પુષ્ટિ કરી છે. 

તો આઈજી બસ્તર પી સુંદરરાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે શરૂઆતી જાણકારીમાં અથડામણ દરમિયાન આશરે 9 નક્સલીઓના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્ત છે. તેની પુષ્ટિ કરવા માટે અમારે વધારે સમયની જરૂર પડશે. અમારા અનુસાર ત્યાં 250 નક્સલી હતા. 

— ANI (@ANI) April 3, 2021

સીએમ ભૂપેશ બધેલે આપ્યો જવાનોની સારવારના નિર્દેશ
નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા જિલ્લા રિઝર્વ ગાર્ડના ત્રણ જવાનોને સારવાર માટે રાયપુર લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. 

— ANI (@ANI) April 3, 2021

એમઆઈ-17 હેલિકોપ્ટર રેસ્ક્યૂમાં તૈનાત
આ વચ્ચે સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે ભારતીય વાયુ સેનાએ સુકમામાં બચાવ કાર્યોમાં અર્ધસૈનિક દળોની મદદ માટે એમઆઈ-17 હેલીકોપ્ટરોને તૈનાત કર્યા છે, જ્યાં નક્સલીઓ સાથે અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા. આ હેલિકોપ્ટરોની મદદથી ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યાં છે. 

નક્સલ વિરોધી અભિયાનના નાયબ પોલીસ મહાનિરીક્ષક ઓપી પાલે જણાવ્યુ કે, અત્યાર સુધી પ્રાપ્ત જાણકારીમાં કોબરા બટાલિયનના એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાનો, ડીઆરજીના બે જવાનો શહીદ થયા છે. આ દરમિયાન 12 જવાનોને ઈજા થઈ છે. તો અથડામણમાં 10 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news