બિલ ગેટ્સએ કેમ કરી PM મોદીની પ્રશંસા? આ દિશામાં ભારતના નેતૃત્વને ગણાવ્યું મહત્વપૂર્ણ

વૈશ્વિક પહેલ 'પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાન' (લાઇફ-લાઇફસ્ટાઇલ ફોર ધ એનવાયરનમેંટ મૂવમેંટ) ની વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી શરૂઆત કર્યા બાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે પોતાના ગ્રહના પડકારોથી દરેક જણ વાકેફ છે.

બિલ ગેટ્સએ કેમ કરી PM મોદીની પ્રશંસા? આ દિશામાં ભારતના નેતૃત્વને ગણાવ્યું મહત્વપૂર્ણ

Environment-Friendly Lifestyle: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દુનિયાને એવી જીવનશૈલી અપનાવવાનું આહવાન કર્યું જે ગ્રહના અનુકૂળ હોય અને તેને કોઇ નુકસાન ન પહોંચે. વૈશ્વિક પહેલ 'પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાન' (લાઇફ-લાઇફસ્ટાઇલ ફોર ધ એનવાયરનમેંટ મૂવમેંટ) ની વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી શરૂઆત કર્યા બાદ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે પોતાના ગ્રહના પડકારોથી દરેક જણ વાકેફ છે, એટલા માટે ટકાઉ વિકાસને આગળ વધારવા માટે માનવ-કેંદ્રીત સામૂહિક પ્રયત્નો અને સુદ્રઢ કાર્યવાહી સમયની જરૂર છે. 

તેમણે કહ્યું કે લાઇફની દ્રષ્ટિ છે કે એક એવી જીવનશૈલી જીવજો જે આપણા ગ્રહના અનુકૂળ હોય અને તેને નુકસાન ન પહોંચે. એવી જીવનશૈલી જીવનારને 'પ્રો-પ્લેનેટ પીપુલ' (ગ્રહ હિતૈષી લોકો) કહેવામાં આવે છે. મિશન લાઇફ ઇતિહાસમાંથી લે છે, હાલમાં કામ કરે છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરે છે.' 

આ કાર્યક્રમમાં બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સ, જળવાયુ અર્થશાસ્ત્રી લોર્ડ નિકોલસ સ્ટર્ન, નજ થ્યોરીના લેખક પ્રો. કૈસ સનસ્ટીન, વર્લ્ડ રિસોર્સેઝ ઇંસ્ટીટ્યૂટના અધ્ય્ક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અનિરૂદ્ધ દાસગુપ્તા, યૂએનઇની વૈશ્વિક પ્રમુખ ઇંગર એન્ડરસન, યૂએનડીપીની વૈશ્વિક પ્રમુખ અચિમ સ્ટેનર અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસ સહિત ઘણા અન્ય ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત હતા. બિલ ગેટ્સએ કહ્યું કે હું આ વૈશ્વિક પહેલનું નેતૃત્વ કરવા માટે પીએમ મોદીને શુભેચ્છા પાઠવું છું. આપણા વૈશ્વિક જળવાયુ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ભારતનું નેતૃત્વ મહત્વપૂર્ણ છે. ગ્રીનહાઉસ ગેસોને ખતમ કરવા માટે આપણે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોની ભાગીદારી સહિત તમામના સહયોગની જરૂર છે. 

ગત વર્ષે ગ્લાસગોમાં 26મા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (કોપ 26) દરમિયાન પ્રધાનમંત્રી દ્રારા 'લાઇફ' નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણ પ્રત્યે જાગૃત જીવન શૈલીને પ્રોત્સાહન આપે છે. જે ગંભીર વિચાર કર્યા વિના અને વિનાશકારી ઉપભોગનાબદલે સમજી વિચારીને અને વિચાર આધારિત ઉપયોગ પર કેંદ્રીત છે. 

આ વિચારને આગળ વધારતાં 'લાઇફ ગ્લોબલ કોલ ફોર પેપર્સ' ની પણ શરૂઆત કરવામાં આવશે. જે દુનિયાભરમાં વ્યક્તિઓ, સમુદાયો અને સંગઠનોને પર્યાવરણ જાગૃત જીવનશૈલી અપનાવવા માટે પ્રભાવિત કરવા અને તેમને અનુરોધ કરવાના ક્રમમાં શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરેને વિચારો અને ભલામણોને આમંત્રિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news