જાણો Googleના I'm Feeling Lucky ફીચરના પરદા પાછળની કહાની

Google સર્ચનું I'm Feeling Lucky ફીચર- ગૂગલનું એક એવું ફીચર જે તેના હોમ પેજ પર આપવામાં આવે છે. પરંતુ તેનો યૂઝ ઘણો ઓછો છે. ત્યારે તેની પાછળનું શું કારણ છે આવો સમજીએ.

જાણો Googleના I'm Feeling Lucky ફીચરના પરદા પાછળની કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે ગૂગલ સર્ચ કરતા હશો તો અમને સંપૂર્ણ આશા છે કે તમે I'm Feeling Lucky ફીચર પર ચોક્કસ તમારું ધ્યાન ગયું હશે. તે ગૂગલ સર્ચના હોમ પેજ પર આપવામાં આવ્યું છે. ગૂગલ સર્ચ બોક્સની નીચે બે ઓપ્શન જોવા મળે છે. પહેલું ગૂગલ સર્ચ અને બીજું I'm Feeling Lucky. શું છે I'm Feeling Luckyની સંપૂર્ણ કહાની. ક્યારે તેની શરૂઆત થઈ અને તેનો ઉપયોગ શું છે. શું તેનાથી ગૂગલને નુકસાન  થાય છે?. તેના વિશે અમે તમને માહિતગાર કરીશુંય તમારામાંથી અનેક આ સ્ટોરીથી વાકેફ હશે, પરંતુ જે નથી તેમણે ચોક્કસ જાણવું જોઈએ.

I'm Feeling Luckyનું ઓપ્શન પસંદ કરવા પર તમને એક મોટો ફાયદો થાય છે. જેવા તમે સર્ચ બોક્સમાં કોઈપણ ક્વેરી કે કીવર્ડ ટાઈપ કરીને I'm Feeling Luckyને સિલેક્ટ કરશો તો ગૂગલ ડાયરેક્ટ તમને તે ક્વેરી સાથે જોડાયેલ પહેલા સર્ચ રિઝલ્ટના પેજ પર લઈને જશે. એટલે તમને કોઈપણ જાતની જાહેરાત કે બીજા સર્ચ રિઝલ્ટ જોવા મળશે નહીં.

ઉદાહરણ તરીકે જો તમે ગૂગલ સર્ચ બોક્સમાં ZEE 24 કલાક લખીને I'm Feeling Lucky પર ક્લિક કરશો તે તમે સીધા અમારી વેબસાઈટ પર આવી જશો. પરંતુ જો તમે માત્ર ગુગલ સર્ચ પર ક્લિક કરશો તો તમને લાખો સર્ચ રિઝલ્ટ મળશે. તેમાં અમારી વેબસાઈટના સમાચારથી લઈને યૂટ્યૂબ હેન્ડલ પણ જોવા મળશે.

110 મિલિયન અમેરિકી ડોલરનું નુકસાન?
2007માં ગૂગલના કો-ફાઉન્ડર Sergey Brinએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગૂગલ સર્ચનો 1 ટકા ટ્રાફિક I'm feeling luckyને જાય છે. અને બીજા સર્ચ રિઝલ્ટ અને જાહેર ખબરને બાયપાસ કરી નાંખે છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ બટનના કારણે ગૂગલની વાર્ષિક રેવન્યૂમાં 110 મિલિયન અમેરિકી ડોલર એટલે 8.03 અરબ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કેમ કે કોઈપણ સર્ચ ક્વેરી પછી I'm feeling lucky પર ક્લિક કરવાથી ડાયરેક્ટ પહેલા રિઝલ્ટ પર પહોંચી જાય છે અને તેમાં કોઈ જાહેરાત પણ આવતી નથી. તમને બધાને ખ્યાલ હશે કે ગૂગલનો સૌથી મોટો સોર્સ ઓફ ઈનકમ જાહેરખબર જ છે.

2007માં ગૂગલ સર્ચની હેડ મરીસા મેયર હતા, જે પછી યાહૂના સીઈઓ બન્યા. તેમણે જ્યારે I'm feeling lucky બટનના કારણે થઈ રહેલા નુકસાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે દિલચશ્પ જવાબ આપ્યો. મરીસા મેયરે કહ્યું કે વધારે પૈસા કમાવવા માટે વધારે ડ્રાઈ અને વધારે કોર્પોરેટ થવું શક્ય છે. મને લાગે છે કે I'm feeling luckyને લઈને સૌથી ખુશીની વાત એ છે કે આ ફીચર તે યાદ અપાવે છે કે તમે બધા સાચા લોકો છો.

I'm feeling lucky ફીચરને 2010માં હટાવવામાં આવ્યું:
I'm feeling lucky ગૂગલ ઘણું જૂનું ફીચર છે અને તેને 2010માં હટાવવામાં પણ આવ્યું હતુ. બટન હતું, પરંતુ તે ફીચર હટાવવામાં આવ્યું હતું. કેમ કે ત્યારે ગૂગલ ઈન્સ્ટન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી I'm feeling luckyનું તે મહત્વ નથી રહ્યું જે પહેલા હતું. કેમ કે હવે ગૂગલ હોમ પેજની પહેલા ગૂગલ ઈન્સ્ટન્ટ કામ કરી જાય છે અને તમને I'm feeling lucky અનેક વાર જોવા પણ મળતું નથી. પરંતુ તેના પછી ફરીથી આ ફંક્શન શરૂ કરી દેવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે ગૂગલે કયા સેન્સથી I'm feeling lucky લખ્યું છે. એટલે કંઈક તો એવું રહ્યું હશે જેના કારણે સર્ચ એન્જિનમાં I'm feeling lucky આ ઓપ્શન એડ કરવામાં આવ્યું.

શું I'm feeling lucky ફીચર હોલિવુડ ફિલ્મમાંથી લેવામાં આવ્યું?
હોલિવુડના લેજન્ડરી એક્ટર અને ડાયરેક્ટર ક્લિંટ ઈસ્ટવૂડની એક ફિલ્મ છે. તેમનું નામ Dirty Harry છે. આ ફિલ્મ 1971માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મનો એક સીન હતો જ્યાં ક્લિંટ ઈસ્ટવૂડ એક વ્યક્તિ પર ગોળી ચલાવવાના હોય છે અને તેની પહેલા પૂછે છે Do you feel lucky Punk? Well, Do you? શું ગૂગલનું આ ફીચર અહીંયાથી લેવામાં આવ્યું છે? ગૂગલ તરફથી તેના વિશે કંઈપણ કહેવામાં આવ્યું નથી કે આ લાઈન ક્યાંથી આવી.

માનવામાં આવે છે કે ગૂગલ સર્ચ એન્જિનની જ્યારે શરૂઆત થઈ હતી. ત્યારે કંપનીના બે ફાઉન્ડર્સ Larry Page અને Sergey Brin તેને બીજા સર્ચ એન્જિનથી અલગ બતાવવા ઈચ્છતા હતા. ત્યારે બીજા સર્ચ એન્જિનનો દબદબો હતો અને ત્યાં ખૂબ જાહેરખબર પણ જોવા મળતી હતી. માત્ર એક ક્લિક કરીને યૂઝર્સને ડાયરેક્ટ રેલવેન્ટ રિઝલ્ટ બતાવવાના ઉદ્દેશ્યથી કંપની I’m feeling luckyની શરૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news