New Parliament: નવા સંસદ ભવનના વિરોધ વચ્ચે ભાજપને અકાલી સહિત આ પક્ષોનું સમર્થન મળ્યું, સરકારે વિપક્ષને કરી અપીલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બદલે પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે પીએમ મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે.
 

New Parliament: નવા સંસદ ભવનના વિરોધ વચ્ચે ભાજપને અકાલી સહિત આ પક્ષોનું સમર્થન મળ્યું, સરકારે વિપક્ષને કરી અપીલ

નવી દિલ્હીઃ ભારતીય લોકતંત્રનું નવું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. પરંતુ તેના ઉદ્ઘાટનને લઈને રાજકીય સંગ્રામ છેડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કરશે. પરંતુ આ કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત વિપક્ષની 19 પાર્ટીઓ સામેલ થશે નહીં. 

કઈ પાર્ટીઓએ કર્યો ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર?
કોંગ્રેસ સહિત વિપક્ષની 19 રાજકીય પાર્ટીઓએ નવી સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ પક્ષોમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC),આમ આદમી પાર્ટી (AAP),દ્રમુક (DMK),સમાજવાદી પાર્ટી (SP), જેડીયૂ, રાષ્ટ્રીય જનતા દળ (RJD),શિવસેના (યૂબીટી), એઆઈએમઆઈએમ (AIMIM),માકપા, ભાકપા સામેલ છે. 

આ દળોએ એક સંયુક્ત નિવેદનમાં આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ઉદ્ઘાટન સમારોહથી દૂર કરવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદના નવા ભવનના ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લોકતંત્ર પર સીધો હુમલો છે. 

કઈ પાર્ટી છે સરકારના સમર્થનમાં?
એક તરફ કોંગ્રેસ જેવી જૂની પાર્ટીઓએ ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે તો બીજીતરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી, સરકારને માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી (BSP),ચંદ્રાબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (TDP), વાઈએસઆર કોંગ્રેસ, એઆઈએડીએમકે અને અકાલી દળનું સમર્થન મળ્યું છે. આ તમામ પાર્ટીઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. 

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા પર બીજૂ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સાથે ચર્ચા કર્યા બાદ પાર્ટી 27 મેએ અંતિમ નિર્ણય લેશે. 

અકાલી દળનો અલગ મત
અકાલી દળ નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યુ કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન દેશ માટે ગર્વની વાત છે, તેથી અમે નિર્ણય કર્યો છે કે અકાલી દળ 28 મેએ થનારા ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે. અમે વિપક્ષી દળો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાથી સહમત નથી. 

શું છે રાહુલ ગાંધીની માંગ?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે ન કરાવવા અને સમારોહમાં તેમને આમંત્રિત ન કરવા દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. 

બહિષ્કારનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ 19 વિપક્ષી દળો દ્વારા ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને તેમને પોતાના નિર્ણય પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news