ફટાકડા અંગે સુપ્રીમની શરતો સામે ભાજપના જ સાંસદે ઉઠાવ્યા સવાલ

ભાજપના સાંસદ ચિંતામણી માલવીયએ વાંધો ઉઠાવતા જણાવ્યું કે, આવા નિયમો તો મોગલોના સમયમાં પણ ન હતા. દિવાળીના ફટાકડા રાત્રે 10 વાગ્યા સુધી જ ફોટી શકાય છે, જ્યારે ક્રિસમસ તથા નવા વર્ષના ફટાકડો માટે રાત્રે 11.55થી 12.30 કલાકનો સમય આપવામાં આવ્યો છે

ફટાકડા અંગે સુપ્રીમની શરતો સામે ભાજપના જ સાંસદે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એક આદેશમાં જણાવ્યું હતું કે, તમામ તહેવારો ઓછું વાયુ અને ધ્વની પ્રદૂષણ ફેલાવતા ફટાકડા જ વેચી શકાય છે. સાથે જ તહેવારો દરમિયાન આતશબાજી માટે પણ એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. દિવાળીના ફટાકડા રાત્રે 8.00 કલાકથી 10.00 કલાક દરમિયાન જ ફોડી શકાય છે. ક્રિસમસ તથા નવા વર્ષ માટે ફટાકડા ફોડવાનો સમય રાત્રે 11.55થી 12.30નો રાખવામાં આવ્યો છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર આકરી સજાની પણ ચેતવણી આપી છે. 

સુપ્રીમ કોર્ટની આ શરતો પર ભાજપના સાંસદ ચિંતામણી માલવીયાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, "આપણે પોતાની પરંપરાઓ હિન્દુ કેલેન્ડરના હિસાબે મનાવીએ છીએ. હું એ સમયે જ ફટાકડા ફોડીશ, જ્યારે હું મારી પૂજા પુરી કરી લઈશ. હું તેના માટે સમય નક્કી કરી શકું નહીં. આ પ્રકારના નિયમ અને કાયદા તો ત્યારે પણ ન હતા, જ્યારે દેશમાં મોગલોનું શાસન હતું. આ નિયમો સ્વીકારવા યોગ્ય નથી."

સુપ્રીમના ચૂકાદાનું ચારેકોરથી સ્વાગત
આ બાજુ સુપ્રીમના ચૂકાદાનું પર્યાવરણ અને આરોગ્ય નિષ્ણાતોએ સ્વાગત કર્યું છે. કેટલાક લોકોએ સુપ્રીમના ચૂકાદાને "શાનદાર" નિર્ણય જણાવ્યો છે. હવે સમય પાકી ગયો છે કે ઉત્સવોની ઉજવણી "વધુ જવાબદારી" સાથે કરીએ. 

— ANI (@ANI) October 23, 2018

ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટે ફટાકડાની ધ્વની તીવ્રતાની મર્યાદા નક્કી કરી છે, જેના અંતર્ગત જ દેશમાં ફટાકડા વેચી શકાશે. સુપ્રીમે દિવાળીમાં અને અન્ય તહેવારો દરમિયાન રાત્રે 8.00 કલાકથી 10.00 કલાક સુધી બે કલાક માટે જ ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો છે. જ્યારે ક્રિસમસ અને ન્યુયર માટે સુપ્રીમે રાત્રે 11.55થી 12.30 કલાક સુધીનો સમય નક્કી કર્યો છે. 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સાતે કામ કરી ચૂકેલા પર્યાવરણ વૈજ્ઞાનિકો ડો. સાહાએ સુપ્રીમના ચૂકાદાનું સ્વાગત કરતા જણાવ્યું કે, હવે સુપ્રીમના આદેશનું કડકાઈથી પાલન થાય એ અધિકારીઓએ જોવાનું છે. ખાસ કરીને ફટાકડાના નિર્માણ સ્તરે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news