કોંગ્રેસ સહિત 6 પાર્ટીઓ કરતાં ત્રણ ગણું વધારે ડોનેશન ભાજપને મળ્યું, એડીઆર રિપોર્ટમાં ખુલાસો
એડીઆર રિપોર્ટ પ્રમાણે કુલ 614.63 કરોડ રૂપિયા બીજેપીને મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 95.46 કરોડ મળ્યા છે. મોટી વાત એ છે કે કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીઆઈએમ, NPEP અને AITCને જેટલું ફંડ મળ્યું છે. તેનાથી ત્રણ ગણું વધારે ડોનેશન ભાજપને મળ્યું છે.
Trending Photos
નવી દિલ્લી: પાર્ટીઓને કેટલું ફંડ મળે છે, ક્યાંથી કોઈ પાર્ટી કેટલું કમાય છે આ સવાલ દરેક વ્યક્તિને થતો હોય છે. ત્યારે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરનો નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે બીજેપી, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને કેટલું ફંડ મળ્યું તેનો ખુલાસો થયો છે. જેમાં 2021-22માં ભાજપને 614 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 95 કરોડ રૂપિયા જ મળ્યા. રાષ્ટ્રીય પાર્ટીઓેને કુલ 780.774 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.
આ પણ વાંયો:
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
રિપોર્ટમાં શું સામે આવ્યું:
આ રિપોર્ટ પ્રમાણે કુલ 614.63 કરોડ રૂપિયા બીજેપીને મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 95.46 કરોડ મળ્યા છે. મોટી વાત એ છે કે કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીઆઈએમ, NPEP અને AITCને જેટલું ફંડ મળ્યું છે. તેનાથી ત્રણ ગણું વધારે ડોનેશન ભાજપને મળ્યું છે. તો બહુજન સમાજ પાર્ટીએ દાવો કર્યો છે કે તેમને ફરી એકવાર 20,000થી વધારે રૂપિયાનું કોઈ ડોનેશન મળ્યું નથી. છેલ્લા 16 વર્ષથી પાર્ટી દ્વારા ઈનપુટ શેર કરવામાં આવે છે. જોકે એડીઆરના રિપોર્ટથી આંકડો મળે છે કે બધી રાષ્ટ્રીય પાર્ટીઓને આ વખતે જે ડોનેશન મળ્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં 31.50 ટકા વધારે રહ્યું છે. અહીંયા પણ 28.71 ટકા વધારો તો બીજેપીના ડોનેશનમાં જ થયો છે.
આ પણ વાંયો:
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
રાશિફળ 15 ફેબ્રુઆરી: ગ્રહોનો વિશેષ સંયોગ આ જાતકોને કરાવશે ખુબ લાભ
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ
મોટા કોર્પોરેટે કેટલું ફંડ આપ્યું:
ADR રિપોર્ટ દર્શાવે છે કે કોંગ્રેસને ઓછું દાન મળ્યું હોવા છતાં તેના દાનમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે કોંગ્રેસને 74.52 કરોડનું દાન મળ્યું હતું જે આ વર્ષે વધીને 95.46 કરોડ થયું છે. હવે એડીઆરના રિપોર્ટમાંથી એ પણ જાણવા મળ્યું છે કે આ વખતે રાષ્ટ્રીય પક્ષોને રાજધાની દિલ્હીમાંથી સૌથી વધુ ડોનેશન મળ્યું છે, ત્યારબાદ ગુજરાત અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. બિઝનેસ કોર્પોરેટ દ્વારા 625.88 કરોડનું દાન આપવામાં આવ્યું છે, તો 153.33 કરોડનું ફંડ લોકો દ્વારા પ્રાપ્ત થયું છે. મોટી વાત એ છે કે ભાજપને દેશની તમામ મોટી કંપનીઓ દ્વારા સૌથી વધુ દાન આપવામાં આવ્યું છે, તે આંકડો 548.81 કરોડ છે. કોંગ્રેસની વાત કરીએ તો તેને કોર્પોરેટસ તરફથી માત્ર 54.57 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે