કોલકાતા મેટ્રોનાં નિર્માણાધીન સુરંગમાં મળ્યો બોમ્બ: સતર્કતાથી દુર્ઘટના ટળી

કોલકાતામાં મેટ્રોનાં અધિકારીઓ જ્યારે શનિવારે રાત્રે સાઇટ પર કામ કરી રહ્યા હતા તે સમયે તેમને તે વાતનો આભાસ થયો કે સુરંગની અંદર વિસ્ફોટક છે

કોલકાતા મેટ્રોનાં નિર્માણાધીન સુરંગમાં મળ્યો બોમ્બ: સતર્કતાથી દુર્ઘટના ટળી

કોલકાતા : કોલકાતામાં શનિવારે રાત્રે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે એક નિર્માણાધિન મેટ્રો ટનલની અંદર બોમ્બની માહિતી મળી હતી. મળતી માહિતી અનુસાર બોમ્બને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યો છે. મેટ્રો ટનલનીઅંદર બોમ્બ મળવાની આ ઘટના સુભાષ સરોવરમાં નિર્માણાધીન મેટ્રો સુરંગ બનાવાઇ રહી છે જ્યાં તે સમયે કામ ચાલી રહ્યું હતું. કોલકાતા મેટ્રોનાં અધિકારી જ્યારે શનિવારે રાત્રે સાઇટપર કામ કરી રહ્યા હતા તે સમયે તેમને આ વાતનો આભાસ થયો કે સુરંગની અંદર કેટલાક વિસ્ફોટક મુકેલા હતા. જેની તરત બાદ તેમણે બોમ્બની માહિતી કોલકાતા પોલીસને આપી દીધી છે. 

માહિતી મળતાની કોલકાતા પોલીસનાં વરિષ્ઠ અધિકારીઓ અને બોમ્બ નિરોધક જુથ (બોમ્બ સ્કવોર્ડ) ઘટના પર પહોંચી હતી. ત્યાર બાદ મેટ્રોની સુરંગ દ્વારા તે બોમ્બને હટાવી દેવામાં આવ્યો. બોમ્બ હટ્યા બાદ સુરંગમાં કામ ફરીથી ચાલુ થઇ શકે છે. પોલીસ દ્વારા હાલ વિસ્ફોટક અંગે કોઇ ખાસ માહિતી શેર કરવામાં આવી  નહોતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર સુરંગને કોર્ડન કરી લેવામાં આવી છે. 

જો કે હજી સુધી પોલીસ તે વાતનો પ્રયાસ કરી રહી છે કે તે બોમ્બ મેટ્રોની નિર્માણાધીન સુરંગમાં કઇ રીતે પહોંચી હતી અને તેની પાછળનો ઉદ્દેશ્ય શો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી સુધી તે સ્થળ પર મેટ્રો ટ્રેનનું સંચાલન પણ ચાલુ થયું નથી. હાલ બોમ્બ અંગે પોલીસ સધન તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news