મોદી સરકાર 3.0ની શપથવિધિ : નાની પાર્ટીઓને પણ જોઈએ છે સરકારમાં મંત્રાલય, જાણો કોણે માગ્યા કયા ખાતા

Sapathvidhi: 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાશે પરંતુ તે પહેલાં આ વખતની ગઠબંધન સરકારમા મંત્રીમંડળને લઈને માથાપચ્ચી ચાલી રહી છે. કેમ કે બીજેપી એકલા હાથે બહુમત મેળવી શક્યું નથી. જેના કારણે પાર્ટીએ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સહિત ગઠબંધનના નેતાઓ પર નિર્ભર રહેવું પડશે ત્યારે કોણ કયા મંત્રાલયની માગણી કરી રહ્યું છે તે જાણીએ વિગતવાર...

મોદી સરકાર 3.0ની શપથવિધિ : નાની પાર્ટીઓને પણ જોઈએ છે સરકારમાં મંત્રાલય, જાણો કોણે માગ્યા કયા ખાતા

Sapathvidhi: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા પછી હવે NDA સરકારના શપથ ગ્રહણની કવાયત તેજ થઈ ગઈ છે. જોકે હવે શપથ ગ્રહણની તારીખને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. જે મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી 9 જૂને શપથ લઈ લઈ શકે છે.શપથ ગ્રહણની કેવી તૈયારીઓ છે?. શપથ ગ્રહણમાં કયા દેશના નેતાઓ સામેલ થશે જોઈશું આ અહેવાલમાં....

તારીખ 
26 મે 2014-
મોદી સરકાર 1.0ની શપથ વિધિ 2014

તારીખ-
30 મે 2019

મોદી સરકાર 2.0ની શપથ વિધિ 2019-
2014 અને 2019 બાદ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી તૈયાર છે. લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહની કવાયત તેજ થઈ ગઈ છે. ત્યારે શપથ ગ્રહણની તારીખને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. જે મુજબ હવે 8 જૂનની જગ્યાએ 9 જૂને શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. 

9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાશે પરંતુ તે પહેલાં આ વખતની ગઠબંધન સરકારમા મંત્રીમંડળને લઈને માથાપચ્ચી ચાલી રહી છે. કેમ કે બીજેપી એકલા હાથે બહુમત મેળવી શક્યું નથી. જેના કારણે પાર્ટીએ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સહિત ગઠબંધનના નેતાઓ પર નિર્ભર રહેવું પડશે ત્યારે કોણ કયા મંત્રાલયની માગણી કરી રહ્યું છે તેની વાત કરીએ તો....

નીતિશ કુમારની JDUએ 12 સાંસદોના હિસાબથી 3 મંત્રાલય માગ્યા છે.
જેમાં રેલવે, કૃષિ અને નાણા મંત્રાલયની માગણી કરી છે.
સાથે જ બિહારને વિશેષ દરજ્જો આપવાની માગણી કરી છે.
ટીડીપીએ 16 સાંસદોના હિસાબે 3 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રીની માગણી કરી છે...
ટીડીપીએ લોકસભાના અધ્યક્ષનું પદ પણ માગ્યું છે.
ટીડીપીએ ગ્રામીણ વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય, બંદરગાહ અને શિપિંગ મંત્રાલય, રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને નાણા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રીની માગણી કરી છે.
ચિરાગ પાસવાનની પાર્ટી LJPએ 1 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રીનું પદ માગ્યું છે.
પૂર્વ CM જીતનરામ માંઝીની પાર્ટીએ 1 કેબિનેટ મંત્રીની ડિમાન્ડ કરી છે.
ઝીરો સીટ જીતનારા રામદાસ અઠાવલેએ પણ કેબિનેટ મંત્રીનું પદ માગ્યું છે.
શિંદે જૂથની શિવસેનાએ 1 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી પદ માગ્યા છે.
જેડીએસ પણ 1 મંત્રીપદની માગણી કરી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં 240 બેઠક જીતનારું ભાજપ કેટલાંક મંત્રાલયો પોતાની પાસે રાખવા માગે છે.... જેના પર નજર કરીએ તો...

ગૃહ મંત્રાલય...
નાણા મંત્રાલય...
રેલવે મંત્રાલય....
વિદેશ મંત્રાલય...
કાયદા મંત્રાલય...
રક્ષા મંત્રાલય...
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન-ટેકનોલોજી મંત્રાલય....
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય....

પીએમ મોદીની શપથ વિધિમાં દેશની વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ તો ઉપસ્થિત રહેશે. જેમાં દુનિયાના અનેક મોટા નેતાઓ પણ હાજર રહેશે. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ, મોરેશિયસ અને ભૂતાનના નેતાઓ સામેલ થશે.

9 જૂને ત્રીજીવાર પીએમ પદના શપથ લેતાં જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ જશે. તે દેશના બીજા એવા નેતા બની જશે જે સતત ત્રીજીવખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા હોય. આ પહેલાં આ રેકોર્ડ જવાહરલાલ નેહરૂના નામે છે. પીએમ મોદી તેમના આ રેકોર્ડની બરોબરી કરી લેશે...

મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારીઓ-
9 જૂને સાંજે 6 કલાકે યોજાશે શપથવિધિ
નરેન્દ્ર મોદી ત્રીજીવખત પીએમ પદના લેશે શપથ
મંત્રીમંડળ માટે ગઠબંધનમાં માથાપચ્ચીનો દૌર
JDU-TDPની મોટા મંત્રાલયોની માગણી
નાની પાર્ટીઓને પણ જોઈએ છે સરકારમાં મંત્રાલય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news