Heart Break Insurance: પ્રેમમાં પછડાટ ખાધી તો પ્રેમીને મળ્યા 25,000 રૂપિયા, જાણો શું છે આ સમગ્ર મામલો

પ્રેમમાં દિલ તૂટે તો મોટાભાગે લોકો નિરાશ થઈ જતા હોય છે. કેટલાક લોકો આઘાતમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી લે છે જ્યારે કેટલાક લોકો માટે આ કોઈ આઘાતમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લઈ લે છે. આવા લોકો માટે એક ખબર આશાનું કિરણ બની શકે છે. 

Heart Break Insurance: પ્રેમમાં પછડાટ ખાધી તો પ્રેમીને મળ્યા 25,000 રૂપિયા, જાણો શું છે આ સમગ્ર મામલો

પ્રેમમાં દિલ તૂટે તો મોટાભાગે લોકો નિરાશ થઈ જતા હોય છે. કેટલાક લોકો આઘાતમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી લે છે જ્યારે કેટલાક લોકો માટે આ કોઈ આઘાતમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લઈ લે છે. આવા લોકો માટે એક ખબર આશાનું કિરણ બની શકે છે. સોશિયલ મીડિયા પર હાલ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ ખુબ ચર્ચામાં છે. જે પ્રેમમાં દગો ખાઈ ચૂકેલા લોકોને ફરીથી આત્મવિશ્વાસ મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 

શું છે આ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ?
સોશિયલ મીડિયા પર પ્રતિક આર્યન નામના એક ટ્વિટર યૂઝરની પોસ્ટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. પ્રતિકે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેણે અને તેની ગર્લફ્રેન્ડે તેમની પ્રેમકહાની શરૂ કરતી વખતે નક્કી કર્યું હતું કે તેઓ દર મહિને એક જોઈન્ટ એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરશે. બંનેએ એવી સંધિ કરી હતી કે જે પણ દગો ખાશે તેને આ પૂરેપૂરી રકમ હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે આપી દેવામાં આવશે. ત્યારબાદ પ્રતિકે આ મુદ્દે 25 હજાર રૂપિયા મળ્યાની વાત કરી છે. તેનો અર્થ એ થયો કે તેનો બ્રેકઅપ થયું અને તેને હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ તરીકે 25 હજાર રૂપિયા મળ્યા છે. પ્રતિકે બીજી ટ્વીટમાં લખ્યું છે કે હાર્ટબ્રેક ઈન્શ્યુરન્સ ફંડ-એચઆઈએફ, રિલેશનશીપની સાથે પણ, રિલેશનશીપ પછી પણ. 

— Prateekaaryan (@Prateek_Aaryan) March 15, 2023

પ્રતિકની આ ટ્વીટ્સ પર અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે પણ રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. @swatic12 નામના યૂઝરે લખ્યું છે કે શું કરશો આટલા પૈસાનું? અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારનો કાયદો બનાવી દવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news