Buddhadeb Bhattacharjee: બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ સન્માન લેવાનો કર્યો ઈનકાર, જાણો કોણ છે

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ સન્માન લેવાનો ઇનકાર કરી દીધો છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. 
 

Buddhadeb Bhattacharjee: બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ સન્માન લેવાનો કર્યો ઈનકાર, જાણો કોણ છે

કોલકત્તાઃ ગણતંત્ર દિવસ  (Republic Day) ની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની  (Padma Awards 2022) જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારોના લિસ્ટમાં સૌથી ચોંકાવનારૂ નામ છે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય  (Buddhadeb Bhattacharya) નું. સરકારે તેમનું પદ્મ ભૂષણ  (Padma Bhushan) થી સન્માન કરવાની જાહેરાત કરી છે. પરંતુ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે. પશ્ચિમ બંગાળના ચાર અન્ય વ્યક્તિ પ્રહ્લાદ રાય અગ્રવાલ, સંધમિત્રા બંદોપાધ્યાય, કાલી પદ સરેન અને કાજી સિંહને પદ્મ શ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે.

બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ કહ્યુ- હું તેનો અસ્વીકાર કરૂ છુ
પદ્મ પુરસ્કારોની જાહેરાત બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે પુરસ્કાર લેવાનો ઇનકાર કર્યો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ- પદ્મ ભૂષણ સન્માન વિશે કંઈ જાણતો નથી. મને તેના વિશે કોઈએ જણાવ્યું નથી. પરંતુ મને પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવ્યું છે તો હું તેનો અસ્વીકાર કરૂ છું. આ પહેલા તેમની પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના નેતા બિકાશ ભટ્ટાચાર્યએ પણ કહ્યુ હતુ કે આ ખોટુ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે, આ પુરસ્કાર તેમના દ્વારા સ્વીકાર કરવામાં આવશે નહીં. 

સીપીએમ પોલિસ બ્યૂરોના સભ્ય રહેલા ભટ્ટાચાર્ય પીએમ નરેન્દ્ર મોદીને લઈને મમતા બેનર્જી જેવા આક્રમક રહ્યા છે. 2014 લોકસભા ચૂંટણી પહેલા તેમણે કહ્યુ હતુ કે જો મોદી પીએમ બને છે તો આ દેશ માટે ખુબ ખતરનાક હશે. 

કોણ છે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય?
ભટ્ટાચાર્ય 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. આ સાથે તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના પોલિટબ્યુરોના સભ્ય પણ રહી ચૂક્યા છે. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ 1 માર્ચ 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. તેમનું પૈતૃક ઘર બાંગ્લાદેશમાં છે. તેમણે કોલકાતાની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્સી કૉલેજમાંથી બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો અને બંગાળીમાં બી.એ. (ઓનર્સ)ની ડિગ્રી મેળવી. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

કહેવામાં આવી છે કે બંગાળમાં ઔદ્યોગિકરણ અભિયાનની શરૂઆત બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ કરી હતી. તેમણે ટાટાની નેનોનો ઉત્પાદન પ્લાન્ટ કોલકત્તાની પાસે સ્થિત સિંગુરમાં સ્થાપિત કરાવ્યો હતો. 2009ની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીએ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2001ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટીએમસી ઉમેદવાર મનીષ ગુપ્તાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news